ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવો જરૂરી નથી
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ (Helmet) પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. હેલમેટ સંદર્ભે લોકોના આકરા વલણને કારણે આખરે રાજ્ય સરકારને ઝૂંકવું પડ્યું છે. આમ, હેલમેટને કારણે વારંવાર ટ્રાફિક પોલીસને હાથે પકડાતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. તો સાથે જ હવે તેઓને પોતાની કમાણીની રૂપિયા દંડ પેટે નહિ ચૂકવવા પડે.