ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત, ખેડૂતો સામે સરકાર ઝુકી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન કર્યું છે અને છેવટે ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે ખેડૂતોમાં રાહત થવા પામી છે. અહીં નોંધનિય છે કે, આ પ્રોજેક્ટના વિરોધ માટે આજે નવસારીના વાસદા ખાતે ખેડૂતો આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સ્થગિત કરી દેવાતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Trending news