GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, ઇલેક્ટ્રિક વાહનો પર ઘટી શકે છે GST
જીએસટી કાઉન્સિલની 36મી મીટિંગ ગુરૂવારે યોજાશે. આ બેઠકમાં જીએસટી પરિષદ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લઇને મોટી છૂટની જાહેરાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત થોડા દિવસો પહેલાં બજેટમાં ઇલેક્ટ્રિક વાહન સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઇનકમ ટેક્સમાં છૂટ અને કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી. એવામાં જાણકારોને આશા છે કે જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.