Kite Festival 2020: ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
અમદાવાદ (Ahmedabad)માં આજથી 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite festival)નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7થી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવ્યો છે. આ પતંગ મહોત્સવમાં 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાનારા પતંગ મહોત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. આ વખતે 43 દેશોના 153 પતંગબાજો અને ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.