રાજકોટઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રથમ વનડે માટે ટિકિટ લેવા પડાપડી

રાજકોટમાં રમાનારી વન ડે મેચને લઈને અત્યારથી જ ટીકીટ માટે પડાપડી જોવા મળી રહી છે... પહેલા દિવસે જ ટિકિટ બુકિંગ ફૂલ થઈ ગયું છે. 500 અને 800 રૂપિયા વાળી ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. 17 જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય ક્રિકેટ મેચ રમાશે. ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થતાં પ્રથમ દિવસે જ બુકિંગ ફૂલ થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચમાં હંમેશાં કાંટાની ટક્કર જોવા મળતી હોય છે...એ જ કારણ છે કે, અત્યારથી જ 17મીએ રાજકોટમાં રમાનારી મેચને લઈને ટીકીટ માટે ક્રિકેટ રસિકો હોડ લગાવી રહ્યા છે.

Trending news