અરબિ સમુદ્રમાં કરંટ, દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી સર્વિસ કરાઇ બંધ
દ્રારકાથી યાત્રાધામ બેટ દ્રારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. દરિયામાં પવન અને કરન્ટનાં કારણે ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. દર્શન અર્થે જતા પ્રવાસીઓ પરત ફર્યા હતા.