રાજ્ય સરકારની કૃષિ સહાય અંગે જાણો શું કહેવું છે વડોદરાના ખેડૂતોનું, જુઓ Video

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકશાનના પગલે ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેનું વિતરણ આજથી મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. વડોદરામાં સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સહાય પેકેજનું વિતરણ કર્યું. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ગુજરાત સરકાર સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે. જેના પગલે ખેડૂતોને સહાય ચૂકવવાની શરૂઆત કરાઈ છે. રાજ્યમાં 56.36 લાખ ખેડૂતોને 3795 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

Trending news