કોરોનાના કહેરથી સુરતનો હીરા ઉદ્યોગ પણ બચી ન શક્યો, સીધી અસર થઈ

ચીનમાં કોરોના વાઈરસના કહેરથી સુરતના હીરા ઉદ્યોગને અસર થઈ છે. ચીનના હોંગકોંગમાં 3જી માર્ચ સુધી વેકેશન જાહેર થતાં હીરા ઉદ્યોગને નુકસાન થશે. કારણ કે, સુરતથી 37 ટકા હીરા હોંગકોંગમાં એક્સપોર્ટ થાય છે. આમ, ચીનના વુહાન બાદ હોંગકોંગમાં પણ કોરોનાની અસર જોવા મળી છે. તો સાથે જ માર્ચ મહિનામાં યોજાનારા એક્ઝિબિશનને પણ અસર થશે.

Trending news