મારું ગામ મારા સરપંચ: ધનસુરાના આકરૂન્દ ગામની જરૂરિયાતો પર ચર્ચા

ઝી 24 કલાકની વિશેષ રજૂઆત મારુ ગામ મારા સરપંચ કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટિમ ધનસુરા તાલુકાના આકરૂન્દ પંચાયત ખાતે પહોંચી. આ ગામના ગ્રામજનો અને સરપંચોને સાથે રાખી ગામમાં શું સુવિધાઓ આવેલી છે અને શું સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ ગામમાં સી સી રોડ, પાણીની સુવિધા, ગટર લાઈનની વ્યવસ્થા, સ્કૂલ જેવી પાયાની સુવિધાઓ છે. પરંતુ ગામમાં જે મુખ્ય રસ્તો છે તેની કેટલાય સમયથી ગ્રામજનોની માંગણી છે. તે સિવાય ગામમાં પીએચસિની જગ્યાએ સીએચસીમાં ઉપગ્રેડ કરવામાં આવે તેવી માંગ છે. ગામના તળાવો સિંચાઈના પાણી માટે ભરવામાં આવે ગામમાં હાલ એક ટાંકી આવેલ છે તે ટાંકી જર્જરિત હાલતમાં છે.

Trending news