રાજકોટમાં મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશનમાં સર્જાઇ અવ્યવસ્થા
આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવાનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જેમાં રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે, ખેડૂતો રાતના 2 વાગ્યાથી લાઈન લગાવી બેસ્યા છે. પણ સર્વર ડાઉનની સમસ્યાને કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. વિવિધ સેન્ટર પર વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં રજિસ્ટ્રેશન અંગે વ્યવસ્થા ન કરાતા ખેડૂતોએ હંગામો કર્યો હતો.