ધોરાજીના યુવાને પામરોઝા સુગંધિત ઘાસની ખેતીથી અઢળક કરી કમાણી
ધોરાજીના યુવાને પામરોઝા સુગંધિત ઘાસની ખેતી કરીને અઢળક કમાણી કરી છે. બીબીએનો અભ્યાસ કરેલો યુવાન છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઘાસ ઉગાડે છે. આ સુગંધિત ઘાસને પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાંથી તેલ કાઢવામાં આવે છે અને આ તેલમાંથી પરફ્યુમ, આર્યુવેદીક દવા, કોસ્મેટિક્સની પ્રોડક્ટ, સુગંધિત સાબુ વગેરેમાં આ તેલ ઉપયોગ લેવામાં આવે છે. વાવેતર સમયે માત્ર એકવાર બિયારણ નું ખર્ચ થાય છે, પછી પાંચ વર્ષ સુધી ઉત્પાદન લઇ શકાય છે.