શાહઆલમ મામલો : 5000ના ટોળા સામે પોલીસ પર હુમલાનો ગુનો

ગુરુવારે રાજ્યમાં CAA (citizenship amendment act 2019) સામે વિરોધ નોંધાવવા માટે કરાયેલા બંધના એલાન દરમિયાન અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં પોલીસની ટૂકડીને ઘેરીને પત્થરમારો તથા પોલીસના વાહનોની તોડફોડ કરવાના ગુનામાં 5000ના ટોળા સામે પોલીસ પર હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હિંસક દેખાવો કરનારા સામે કાર્યવાહી માટે રાજ્યના ગૃહપ્રધાને આદેશ આપી દીધો છે. આ મામલામાં કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ થઈ હોવાના પણ સમાચાર છે.

Trending news