વિમો હોય કે ના હોય, સરકાર દરેક ખેડૂતને કરશે મદદ: CM રૂપાણી

અમરેલીમાં અમર ડેરી ખાતે યોજાયેલ સહકાર પરિસંવાદ સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી હતી. મુખ્યમંત્રી સાથે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, નાફેડના અધિકારીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આ સમારોહને સંબોધન કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, નવા વર્ષમાં ભગવાન રામના મંદિરનો ચુકાદો શુભ શરુઆત છે. સહકાર ક્ષેત્રમાં હોલેસ્ટિક ડેવલોપમેન્ટ અને પરિસંવાદ આજની જરૂરિયાત પોસી રહી છે. ભગવાન રામ લંકામાં લડાઇ કરવા ગયા ત્યારે ખિસકોલીનો પણ સહકાર હતો. સહકારની સાથે સ્વરાજ્યની ભાવના છે. ખેડૂતો અને ગરીબો માટે આ પરિસંવાદ મારફત આગળ વધી શકીશું. રાષ્ટ્રીય ફલકમાં ગુજરાત સૌથી આગળ છે. બધા સાથે મળી વિકાસ કરીએ. ખેડૂતોના હિત ધ્યાનમાં રાખી અનેક નિર્ણય કર્યા છે. 3 વર્ષથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છીએ. ભેજ વાળી મગફળી હોય તો ચિંતા ન કરવી બીજી વખત મગફળીની ખરીદી ખેડૂત પાસેથી સરકાર કરશે.

Trending news