મસૂદને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને લગાવી રોક

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયતને ફટકો પડ્યો છે કારણ કે ચીને વીટો વાપરીને અડીંગો લગવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની '1267 અલ કાયદા સેંક્શન્સ કમિટી' હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ 27 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજુ કર્યો હતો.

Trending news