છોટા ઉદેપુર: રાઠવા સમાજે આપ્યું બંધનું એલાન, ઠેર-ઠેર રસ્તા બંધ કરાયા

છોટાઉદેપુર જિલ્લામા બોડેલી હાલોલ રોડ પર આદિવાસી સમાજે લાકડીઓ અને ધારીયા વડે ઝાડો કાપીને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રેન રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે આજે છોટાઉદેપુરમાં બંધનું એલાન છે અને આદિવાસીઓની ઓળખ સામે ઉભા થયેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે જિલ્લામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે ટ્રાફિક જામ થવાને કારણે વાહનચાલકો અટવાયા હતા.

Trending news