સુરતમાં હદ વિસ્તારનું કામ મુલતવી રખાયું

ઓકટોબર માસમાં મહાનગરપાલિકા ની ચૂંટણી પહેલા સુરત મનપામાં 22 ગામો અને 2 નગરપાલિકાને સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે લાવવામાં આવી હતી. પરંતુ ગામોનો વિરોધ જોતા સંમતિ ન મળતા આજે કામ મુલત્વી રાખવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. નવા ઠરાવ બાબતે ફરીવાર જે તે ગામો સાથે સંકલન કરીને ચર્ચા કર્યા બાદ નવો નિર્ણય લેવાશે.

Trending news