ભાજપના પ્રદેશ પ્રભારી 19 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે

19 નવેમ્બરે ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને ભુપેન્દ્ર યાદવ ગાંધી સંદેશ યાત્રામાં હાજરી આપશે. ગાંધીનગર લોકસભાની યાત્રાના સમાપનમાં બંને નેતાઓ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં ભાજપના દિગગજો મેદાને ઉતરશે. આવતીકાલે યાત્રાની શરૂઆત પ્રમુખ જીતુ વાઘાણી અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કરશે. રાજ્ય સરકારના મંત્રીઓ આર સી ફળદુ, કૌશિક પટેલ, ધારાસભ્યો હાજર રહેશે.

Trending news