દિલ્હીમાં આપ સરકારની જીત, આપ કાર્યાલયથી કેજરીવાલનું સંબોધન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતની હેટ્રિક લગાવી છે. આ જીતની સાથે આમ આદમી પાર્ટી અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દેશની બીજી પાર્ટીઓને સંદેશ આપ્યો છે. આ પ્રચંડ જીતમાં ઘણા કારણ છે, પરંતુ તે વાતનો ઇનકાર ન કરી શકાય કે ભાજપ જેવી હેવી વેટ પાર્ટી પાસેથી પડકાર લેવામાં હનુમાન જીએ કેજરીવાલ માટે ઘણ હદ સુધી માર્ગ સરળ કરી દીધો હતો. પ્રથમ નજરમાં તો આ વાત અટપટી લાગે છે, પરંતુ સંપૂર્ણ ચૂંટણી પ્રચારનું વિશ્લેષણ કરવામાં આવે તો આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાય છે.

Trending news