અંજારના ડોક્ટર દંપતિની અનોખી લાઇફસ્ટાઇલ, જાણીને થશો દંગ

આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન પદ્ધતિથી રહેણીકરણી રાખવી ઘણી અઘરી છે ત્યારે અંજારના તબીબ દંપતી દ્વારા પોતાના ઘરને જૂની પેઢીની યાદ અપાવે તેવું બનાવ્યું છે પોતાના રહેણાંક મકાનમાં ગાયના છાણનું લીંપણ કરી અને દરેક રૂમને વિવિધ રીતે સુશોભિત બનાવ્યો છે. એટલું જ નહીં પરંતુ રસોઈ પણ ચુલા ઉપર બને છે અને ભોજન પણ માટીના વાસણોમાં જ આરોગવામાં આવે છે. આમ તબીબી સેવાની સાથે ભારતીય પરંપરા પણ જળવાઈ રહે અને પોતાના બાળકોમા સંસ્કારોનુ સિંચન થાય તેની આ દંપતી કાળજી રાખે છે.

Trending news