ડેનિમ ફેક્ટરીમાં આગમાં 6 કામદારોના મોત, કંપનીના મેનેજમેન્ટે કરી સહાયની જાહેરાત

નારોલ-પીરાણા રોડ પર આવેલી નંદનવન ડેનિમ ફેક્ટ્રીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે 6 લોકોનાં મોત નિપજ્યા હતા. આગમાં 10 લોકો ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની 19થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાનાં પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાલ પ્રાથમિક તબક્કે તમામ કર્મચારીઓ સહીસલામત બહાર આવે તે ખુબ જ જરૂરી છે.

Trending news