DEO એ DPS સ્કૂલને આપી ચેતાવણી, આજે નકશો બતાવવાનો છેલ્લો દિવસ

નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) માં DPS સ્કૂલ વિવાદ મામલે આખરે CBSE બોર્ડ મેદાને આવ્યું છે. CBSE બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. CBSEએ રિપોર્ટ માગતા શિક્ષણ વિભાગની ટીમ ગઈકાલે ફરી સ્કૂલ પહોંચી હતી. પરંતુ DPSના પ્રિન્સિપાલ સીધા ઘરે જતા રહેતા DEO કચેરીએ નોટિસ લગાવી હતી. આજે સવારે 9 વાગ્યા સુધી તમામ દસ્તાવેજ/આધાર તથા પુરાવાની પ્રમાણિત નકલ સોંપવા પ્રિન્સિપાલના દરવાજા પર નોટિસ લગાવવામાં આવી છે.

Trending news