જન્મદિવસની પાર્ટી કરવા મોંઘીદાટ કાર લઈને જતી 3 યુવતી સહિત 7 લોકો ડ્રગ્સ સાથે ઝડપાયા....

સુરતમાં યુવા ધન નશાના રવાડે ચડી ગયું છે. ખાસ કરીને યુવકોની સાથે હવે યુવતી પણ વધુ પ્રમાણમાં ડ્રગ્સ નરવાડે ચડી રહી છે. ભેસ્તાન પોલીસે સાત જણાની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. તે પૈકી ત્રણ તો યુવતીઓનો સમાવેશ છે. યુવક યુવતીઓ જન્મદિવસની પાર્ટી કરવા મોંઘીદાર થાર અને સ્કોર્પીયો કારમાં દમણ જવા નીકળ્યા હતા. ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ભેસ્તાન ચાર રસ્તા પાસે જ આ બંને કારોને અટકાવી હતી. કારની સાથે યુવકોની જડતી લેતા તેઓની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસે બે કારો, 6 મોબાઈલ, રોકડ સહિત 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

Trending news