Anger Management Tips: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂ
Anger Management Tips:જો કોઈનો સ્વભાવ જ ગુસ્સાવાળો હોય તો તેનાથી પર્સનલ લાઈફને પણ અસર થાય છે. સતત ગુસ્સો કરતી વ્યક્તિ સાથે કોઈને પણ રહેવું પસંદ નથી. ગુસ્સો બીજાને નુકસાન કરે તેની પહેલા પોતાને પણ કરે છે. તેથી ગુસ્સો સંબંધ પણ બગાડે તે પહેલા તેના પર કાબુ કરી લેવો જોઈએ.
Trending Photos
Anger Management Tips: હસવું, રડવું, ખરાબ ફીલ થવું, ઉત્સાહિત થવું એ બધી લાગણી છે. તેવી જ રીતે ગુસ્સો પણ એક ઈમોશન છે. જેમ અન્ય લાગણી પર કોઈ કંટ્રોલ નથી અને તે પરિસ્થિતિ અનુસાર અનુભવાય છે તેમ ગુસ્સા પર પણ કંટ્રોલ રહેતો નથી. ઘણી પરિસ્થિતિમાં વ્યક્તિને ગુસ્સો આવી જ જાય છે. ગુસ્સો ક્યારેક આવે તો તે ચાલે પણ છે. પરંતુ જો કોઈનો સ્વભાવ જ ગુસ્સાવાળો હોય તો તેનાથી પર્સનલ લાઈફને પણ અસર થાય છે. સતત ગુસ્સો કરતી વ્યક્તિ સાથે કોઈને પણ રહેવું પસંદ નથી. ગુસ્સો બીજાને નુકસાન કરે તેની પહેલા પોતાને પણ કરે છે. તેથી ગુસ્સો સંબંધ પણ બગાડે તે પહેલા તેના પર કાબુ કરી લેવો જોઈએ. આજે તમને ગુસ્સા પર કાબુ કેવી રીતે કરવો તેની સરળ ટિપ્સ જણાવી દઈએ
આ રીતે ક્રોધને કરો કંટ્રોલ
ઉંધી ગણતરી
જો તમને કોઈ વાત પર ક્રોધ આવે તો ઉંધી ગણતરી શરૂ કરી દો. જેમ કે 100 થી એક સુધી ગણતરી ગણવાનું શરૂ કરો. આ વાત સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ આ ટેકનિક હંમેશા કામ કરે છે. એક વખત તમે ગણતરી શરૂ કરશો એટલે થોડી જ ક્ષણમાં અનુભવશો કે ગુસ્સો શાંત થઈ રહ્યો છે.
ઊંડા શ્વાસ લેવા
ગુસ્સો આવે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે તેને નોર્મલ કરવા માટે બ્રિધિંગ એક્સરસાઇઝ કરો. ઊંડા શ્વાસ લેશો અને છોડશો તો તેનાથી મગજ પણ રિલેક્સ થશે અને ગુસ્સો શાંત થવા લાગશે.
ધ્યાન બીજે લગાવો
ગુસ્સો આવે ત્યારે જે વ્યક્તિથી કે જે વાતથી ગુસ્સો આવે છે તેના પરથી ધ્યાન હટાવી પોતાનું ધ્યાન ડાયવર્ટ કરો. એવી વસ્તુઓ વિશે વિચારો જે તમને પ્રિય છે અને જેનું વિચારીને તમને ખુશી મળે છે. મગજ તુરંત શાંત થઈ જશે.
નિયમિત વ્યાયામ કરો
ગુસ્સો આવે ત્યારે વ્યાયામ કરવાની વાત નથી. પરંતુ ડેઇલી રૂટીનમાં જ નિયમિત વ્યાયામ કરવાની આદત પાડો. નિયમિત વ્યાયામ કરશો તો તેનાથી ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થ પણ સુધરશે. જો વધારે સમય ન હોય તો તમે વોકિંગ કે યોગ પણ કરી શકો છો.
ક્રોધને કંટ્રોલ કરવા માટે ધીરજની સૌથી વધુ જરૂર હોય છે. જે લોકોનો સ્વભાવ ક્રોધી હોય છે તે એક દિવસમાં બદલી શકતા નથી. તેથી તેમણે ઉપર જણાવેલી ટિપ્સને નિયમિત ફોલો કરવી જોઈએ. ધીરે ધીરે આ પ્રેક્ટિસ કરશો તો ક્રોધ પર કંટ્રોલ મેળવી શકશો. જો આ ટેકનીક પણ કામ ન કરે તો પછી તુરંત જ કાઉન્સેલર કે થેરાપીસ્ટની પણ મદદ લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે