ZOOM Online મીટિંગમાં ભાષા નહી બને અડચણ, કોઇપણ ભાષામાં બોલો, આપમેળે કરી દેશે ટ્રાંસલેટ

રીયલ ટાઇમ મશીન લર્નિંગ આધારિત ટ્રાંસલેશનને પ્લેટફોર્મ પર લાવવા માટે વીડિયો કોન્ફ્રેંસિંગ એપ ઝૂમએ જર્મન સ્ટાર્ટઅપ કાઇટ્સ Karlsruhe ઇંફોર્મેશન ટેક્નોલોજી સોલ્યૂશન્સના અધિગ્રહણ કરવા માટે એક નિશ્વિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ZOOM Online મીટિંગમાં ભાષા નહી બને અડચણ, કોઇપણ ભાષામાં બોલો, આપમેળે કરી દેશે ટ્રાંસલેટ

નવી દિલ્હી: રીયલ ટાઇમ મશીન લર્નિંગ આધારિત ટ્રાંસલેશનને પ્લેટફોર્મ પર લાવવા માટે વીડિયો કોન્ફ્રેંસિંગ એપ ઝૂમએ જર્મન સ્ટાર્ટઅપ કાઇટ્સ Karlsruhe ઇંફોર્મેશન ટેક્નોલોજી સોલ્યૂશન્સના અધિગ્રહણ કરવા માટે એક નિશ્વિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેની મદદથી હવે કોઇપણ ભાષાને ટ્રાંસલેશનની મદદથી સમજી શકાય છે. હાલ આ ફક્ત ઇંગ્લિશ માટે છે. 

કાઇટ્સ એક સ્ટાર્ટ-અપ છે જે રિયલ-ટાઇમ મશીન ટ્રાંસલેશન ('એમટી') સમાધાન વિકસિત કરવા માટે સમર્પિત છે. તેની 12 રિસર્ચકર્તાની ટીમ ઝૂમની એન્જીનિયરિંગ ટીમને મશીન ટ્રાંસલેશનના ક્ષેત્રને આગળ વધારવામાં મદદ કરશે જેની મદદથી જૂન મીટિંગ દરમિયાન અલગ-અલગ ભાષાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સનું ટ્રાંસલેશન સરળતાથી થઇ શકે છે.

ઝૂમમાં પ્રોડક્શન અને એંજીનિયરિંગના અધ્યક્ષ વેલચામી શંકરલિંગમએ કહ્યું હતું કે 'અમે સતત અમારા યૂઝર્સને ખુશી આપવા માંગીએ છીએ અને પ્રોડક્શનમાં સુધારો કરવા માટે નવી રીત શોધી રહ્યા છીએ. મશીન ટ્રાંસલેશન સમાધાન દુનિયાભરમાં ઝૂમ ગ્રાહકો માટે અમારા મંચને વધારવામાં મહત્વપૂર્ણ થશે.'

જાણો શું કાઇટ્સ
આ વિશે લેણદેણની શરતોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કાઇટ્સની સ્થાપના 2015 માં થઇ હતી. અને કાર્લઝૂએ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સાથે તેની એકેડમી જોડાયેલ છે, જ્યાં સહ સંસ્થાપક એલેક્સ વેબેલ અને સેબેસ્ટિયન સ્ટેકર ફેકલ્ટી સભ્ય છે. તેમણે કહ્યું 'અમે જાણીએ છીએ કે અમારા મશીનને આગળ વધારવામાં મદદ કરવા માટે કાઇટ્સ માટે સૌથી સારો છે. અમે એ જોવા માટે ઉત્સાહિત છીએ કે ઝૂમના અવિશ્વનિય ઇનોવેશન એન્જીન હેઠળ આગળ શું આવે છે.' સ્ટેકર અને કાઇટ્સની બાકી ટીમ જર્મનીના કાર્લઝૂએમાં રહેશે, જ્યાં ઝૂમ ટીમને વિકસિત કરવામાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.  

ઝૂમ ભવિષ્યમાં જર્મનીમાં એક આર એન્ડ કેંદ્ર ખોલવાની સંભાવના શોધી રહ્યું છે. વેબેલ ઝૂમ રિસર્ચ ફેલો બની જશે. એક ભૂમિકા જેમાં તેઝૂમના એમટી અનુસંધાન અને વિકાસ પર સલાહ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news