જેબ્રોનિક્સે લોન્ચ કર્યું 80 સેંટીમીટરવાળું LED મોનિટર, વાંચો ખાસિયત
Trending Photos
નવી દિલ્હી: સાઉન્ડ સિસ્ટમ, મોબાઇલ, લાઇફ સ્ટાઇફ, એસેસિરિઝ અને આઇટીના સહયોગી ઉપકરણ બનાવનાર લીડિંગ કંપની જેબ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આ વખતે 80 સેંટીમીટરવાળા કવર્ડ એલઇડી ZEB-A C32FHD મોનીટર લોન્ચ કર્યું છે. આ સાથે જ કંપની આ સાઇઝમાં કવર્ડ એલઇડી મોનીટર બનાવનાર પહેલી ભારતીય કંપની બની ગઇ છે. જેબ્રોનિક્સનું 80 સેન્ટીમીટરવાળુ કવર્ડ એલઇડી મોનીટર 'જેબ એ સી 32 એફએચડી' યૂજરર્સને અદભૂત અક્સપીરિયન્સ આપશે.
ગેમિંગનો શાનદાર અનુભવ મળશે
તમે આ મોનીટર પર મૂવી જોવાની સાથે જ ગેમિંગનો શાનદાર અનુભવ કરી શકશો. તેની મોટી સ્ક્રીન તમને વિજ્યુઅલ એક્સપીરિયન્સને પહેલાં કરતાં વધુ મજેદાર કરી દેશે. 'જેબ એ સી 32 એફએચડી'ની સ્લીક ડિઝાઇન અને તેના બિલ્ટ-ઇન સ્પીકર ઓવર ઓલ એક્સપીરિયન્સને વધારી શકે છે. આ મોનીટર ઇનપુટ ઓપ્શન જેવ ડિસ્પ્લે પોર્ટ અને એચડીએમઆઇ સાથે આવે છે. બજારમાં આ ડાર્ક બ્લેક, ચમકદાર સફેદ અને આકર્ષક કલરમાં મળશે.
મોનીટરનો 178 ડિગ્રીવાળો વ્યૂઇંગ એંગલ
મોનીટરનો 178 ડિગ્રીવાળો વ્યૂઇંગ એંગલ છે. તેને કંટ્રોલ કરવા માટે મોનીટરની પાછળ મેન્યૂ, બેક, અપ/ડાઉન અને ઓન/ઓફની સ્વિચ આપવામાં આવી છે. મોનીટરનો 144 હર્ટઝનું રિફ્રેશ રેટ છે, એવામાં મોનીટર તમને ગેમ રમતી વખતે ઝડપથી રિસ્પોંસ આપે છે. પ્રોડક્ટની લોન્ચિંગના અવસરે જેબ્રોનિક્સના ડાયરેક્ટર પ્રદીશ દોશીએ જણાવ્યું કે આજકાલ મોનીટર અત્યાધુનિક થઇ ગયા છે. તેમણે આ દેશના પ્રમુખ સ્ટોર પર ઉપલબ્ધ હશે. કંપનીની તેની કિંમત 26,999 રૂપિયા નક્કી કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે