સલમાન ખાન બદલી નાખશે આ ખૂબસુરત એક્ટ્રેસનું નસીબ !

સલમાન ખાને બોલિવૂડમાં અનેક સ્ટાર્સને બ્રેક આપ્યો છે

સલમાન ખાન બદલી નાખશે આ ખૂબસુરત એક્ટ્રેસનું નસીબ !

મુંબઈ : બોલિવૂડના ભાઇજાન સલમાન ખાને બોલિવૂડમાં અનેક નવા ચહેરા લોન્ચ કર્યા છે. હવે આ યાદીમાં એક હસીનાનું નામ ઉમેરાયું છે. આ હિરોઇન છે સોનૂ કે ટીટૂ કી સ્વીટીની ખૂબસુરત હિરોઇન નુસરત ભરૂચા. સલમાન પોતાના હોમ પ્રોડક્શન SKF મારફત નુસરતની ફિલ્મ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મથી નુસરત દમદાર પાત્રથી પડદા પર જોવા મળશે. 

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે નુસરત ભરૂચા અભિનીત આ ફિલ્મ એક મસાલા ફિલ્મ હશે જેનું શૂટિંગ મુંબઈ તેમજ દિલ્હીમાં થશે. આ ફિલ્મની વાર્તા લગ્ન પર આધારિત હશે પણ એ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આશા છે કે સલમાન તરફથી બહુ જલ્દી આ ફિલ્મની જાહેરાત થશે. 

બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે. સલમાન દ્વારા લોન્ચ કરાયેલા સ્ટાર્સમાં સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, સૂરજ પંચોલી, અથિયા શેટ્ટી અને ડેઇઝી શાહનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતનનું નામ જોડાઈ ગયું છે. આ બંને કલાકાર સલમાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'નોટબુક'થી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સલમાને હાલમાં આ ફિલ્મનું પોસ્ટ રિલીઝ કર્યું હતું. નીતિન કક્કડે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને એને દર્શકો પસંદ કરી કરી રહ્યા છે. ફિલ્મ ''નોટબુક'' 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news