Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન, હશે આટલો સસ્તો
Trending Photos
નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં સેમસંગ અને હુઆવે (Huawei)એ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી કોઇપણ મામલે સ્માર્ટફોનની દુનિયામાં પાછળ રહેવા માંગતી નથી. એવામાં ખૂબ જલદી તે પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઘણા મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે Xiaomi જૂન પહેલાં આ સ્માર્ટફોન લોન્ચ કરી આપશે. તમને જણાવી દઇએ કે સેમસંગ અને હુઆવેનો ફોલ્ડેબલ ફોન એકદમ મોંઘો છે. શાઓમીએ ઓછી કિંમતમાં વધુ ફીચરની સ્ટ્રેટજીને અપનાવતાં માર્કેટમાં પોતાની જગ્યા બનાવી છે. એટલા માટે માનવામાં આવ્યું છે કે શાઓમીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ સેમસંગનો મુકાબલો સસ્તો થશે.
કિંમતની વાત કરીએ તો સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત 1.4 લાખથી શરૂ થાય છે. તો બીજી તરફ હુવાએના ફોલ્ડેબલ ફોનની કિંમત 1.8 લાખ રૂપિયાના આસપાસ છે. રિપોર્ટ્સ અનુસાર શાઓમી ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત 999 ડોલર લગભગ 70000 રૂપિયાની આસપાસ હશે. લોન્ચિંગને લઇને કહેવામાં આવી રહ્યું છે કે તેને મે અને જૂન મહીના સુધી લોન્ચ કરવામાં આવી શકે છે. પહેલાં આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ તેને ગ્લોબલ માર્કેટમાં ઉતારવામાં આવશે.
થોડા દિવસો પહેલાં શાઓમીના વાઇસ પ્રેસીડેન્ટ વોન્ગ શિયાંગે પોતાના ટ્વિટ હેંડલ પરથી એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કંપનીના કો-ફાઉન્ડર બિન લિન એક ફોલ્ડેબલ સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં જોવા મળ્યા છે. વાંગ શિયાંગે સાથે ટ્વિટ કર્યું હતું કે આ વર્લ્ડનો પહેલો ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે