Xiaomi સ્માર્ટફોન યુઝર્સને મોટો ઝટકો! કંપની બંધ કરી રહી છે આ જરૂરી સર્વિસ
Xiaomi MIUI: Xiaomi એ તેના ગ્રાહકોને એક મોટો ઝટકો આપ્યો છે, જેના વિશે તમે કદાચ જાણતા પણ નહીં હોવ, પરંતુ હવે Xiaomi સ્માર્ટફોન માલિકોએ ધ્યાન આપવાની જરૂર છે.
Trending Photos
Xiaomi Smartphone Update: Xiaomi એ તાજેતરમાં એવા ઉપકરણોની સૂચિ બહાર પાડી છે કે જેના સપોર્ટને સમાપ્ત કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે હવે આ ડિવાઇસીસમાં MIUI અથવા Android અપડેટ્સ નહીં કરી શકાય. Xiaomi, Redmi અને POCO ફેમિલી અપડેટ લિસ્ટમાં સામેલ છે આ લિસ્ટમાં કુલ 6 ડિવાઈસ સામેલ છે. કંપની આ યાદીને વર્ષમાં ઘણી વખત અપડેટ કરે છે. સામાન્ય રીતે, સૂચિમાં જૂના મોડલનો સમાવેશ થાય છે જે હવે બ્રાન્ડ દ્વારા સમર્થિત નથી અને બે કે ત્રણ વર્ષ પહેલાં ઉપલબ્ધ હતા.
આ પણ વાંચો:
કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ
સોના-હીરાની જેમ ચમકશે ગુજરાતના ધર્મસ્થાનો, ગુજરાતમાં આજથી મહાસફાઈ અભિયાન
કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત
કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ પબ્લિશ કર્યું છે. યાદીમાં હવે Xiaomi 11 Lite, Xiaomi Mi 10s, Poco F3, Poco F3 GT, Poco X3 GT, Redmi K40 Pro અને Redmi K40 Pro+નો સમાવેશ થાય છે. આ મોડલ્સ આવનારા અઠવાડિયામાં કેટલાક અપડેટ્સ મેળવી શકે છે પરંતુ હવે તેમના માટે નવું ફર્મવેર ડેવલપ કરવામાં આવશે નહીં.
આ લિસ્ટમાં ઉલ્લેખિત ડિવાઇસ માટે Android સુરક્ષા પેચ અપડેટ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે આ ઉપકરણોમાં સોફ્ટવેર સેફટી ઇશ્યુઝ આવી શકે છે સાત મોડલમાંથી કોઈ પણ ભવિષ્યના MIUI સંસ્કરણમાં અપડેટ કરવામાં આવશે નહીં..
જો તમે ઉપરોક્ત કોઈપણ ડિવાઇસીસના માલિક છો તો તમને નવા અપડેટ્સ મળવાની અપેક્ષા નથી. તેમાં સુરક્ષા પેચ જેવા મહત્વના અપડેટ્સ પણ સામેલ છે.
આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે