'20 દિવસમાં પરિવાર સહિત પિતાનો ફ્લેટ ખાલી કરો', જાણો હાઈકોર્ટે કેમ આપ્યો પુત્રને આવો આદેશ?

 હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં એક પુત્રને પરિવાર સહિત વૃદ્ધ પિતાનો ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આમ બોમ્બે હાઈકોર્ટે સીનિયર સિટીઝન ટ્રિબ્યુનલનો ઓર્ડર યથાવત રાખ્યો છે. કોર્ટે આ માટે પુત્રને 20 દિવસનો સમય આપ્યો છે.

'20 દિવસમાં પરિવાર સહિત પિતાનો ફ્લેટ ખાલી કરો', જાણો હાઈકોર્ટે કેમ આપ્યો પુત્રને આવો આદેશ?

બોમ્બે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં એક પુત્રને પરિવાર સહિત વૃદ્ધ પિતાનો ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આમ બોમ્બે હાઈકોર્ટે સીનિયર સિટીઝન ટ્રિબ્યુનલનો ઓર્ડર યથાવત રાખ્યો છે. કોર્ટે આ માટે પુત્રને 20 દિવસનો સમય આપ્યો છે. મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના આ કેસમાં પિતાનું કહેવું છે કે તેમના પુત્રના લગ્ન 2004માં થયા હતા. તે ત્યારથી અલગ રહેતો હતો. 

પિતાએ થોડા વર્ષો પહેલા તમામ બાળકોમાં સંપત્તિઓની ફાળવણી કરી હતી. પિતા વિરુદ્ધ અરજી દાખલ કરનારા પુત્રને વર્ષ 2010માં મુંબઈનાં મુંબ્રા વિસ્તારમાં આવેલો એક ફ્લેટ આપ્યો હતો અને સાથે દોઢ લાખ પણ આપ્યા હતા. પરંતુ આમ  છતાં મુંબઈના વરલી વિસ્તારમાં માતાના નામ પર એક એસઆરએ (ઝૂપડપટ્ટી પુર્નવસન પ્રાધિકરણ)નો ફ્લેટ આવ્યો અને પુત્રની લાલચ વધી ગઈ. તે તેની પત્ની અને બે બાળકો સાથે આ ફ્લેટમાં રહેવા આવી ગયો. આ ફ્લેટમાં પહેલેથી જ 72 વર્ષના પિતા તેમની બે અપરણિત પુત્રીઓ સાથે રહે છે. 

બાપ બેટાની લડાઈ, બોમ્બે હાઈકોર્ટે સૂલઝાવી
વર્ષ 2019માં માતાનું મોત થઈ ચૂક્યું છે. પિતા ફ્લેટ છોડીને જવાનું કહેતા હતા ત્યારે પુત્ર માતાના ફ્લેટમાં પોતાને  ભાગીદાર ગણાવીને હિસ્સાની માંગણી કરતો રહ્યો. પુત્ર આ માટે અરજી દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે આ અરજી નામંજૂરી કરી દીધી અને પુત્રને જ ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો. 

પુત્ર માતાના ફ્લેટ પર જતાવી રહ્યો હતો હક
જજ ગૌતમ પટેલ અને નીના ગોખલેએ પુત્ર, વહુ અને તેમના બે બાળકોની સીનિયર સિટીઝન ટ્રિબ્યુનલના ઓર્ડરને પડકારતી અરજીને ફગાવી દીધી. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટીઝન્સ એક્સ હેઠળ ટ્રિબ્યુનલના ઓગસ્ટ 2021ના નિર્ણય વિરુદ્ધ પુત્ર અને તેના પરિવારે મળીને અરજી કરી હતી. આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી અને 20 દિવસની અંદર માતાના નામ પરના એ ફ્લેટને ખાલી કરવાનો આદેશ આપ્યો. જેમાં હાલ તેના પિતા અને બે અપરણિત બહેનો રહે છે. જ્યાં તે હાલમાં પોતાનો હક જતાવીને જબરદસ્તીથી રહેવા જતો રહ્યો હતો. 

કોર્ટે એ સ્વીકાર્યું કે આ આખી લડત પુત્રએ હક માટે નહીં પરંતુ પ્રોપર્ટીની લાલચ માટે શરૂ કરી છે. કોર્ટે કહ્યું કે ક્યાયથી પણ એ સાબિત થતું નથી કે પુત્રનો પરિવાર પહેલેથી જ અહીં રહેતો હતો અને હવે પિતાએ તેને નીકળી જવા માટે કહ્યું છે. શેર હાઉસ હોલ્ડ (કલમ 17 હેઠળ શેર સંપત્તિમાં સાથે રહેવાનો હક) ના પુરાવા નથી. ઉલ્ટું પ્રોપર્ટીની લાલચમાં પુત્ર સાથે રહેવા આવી ગયો. કોર્ટે સાથે મળીને મતભેદ દૂર કરવાની સલાહ આપી છે. પરંતુ તે પહેલા પુત્રને ઘર ખાલી કરવાનો પણ આદેશ આપી દીધો. કોર્ટે પુત્રની અરજીમાં કોઈ મેરિટ ન હોવાની વાત કહીને તેને નામંજૂર કરી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news