આ છે 2019ના સૌથી ખરાબ પાસવર્ડ, યાદીમાં ક્યાંક તમારો તો નથી ને?
2019ના સૌથી ખરાબ પાસવર્ડમાં આ વર્ષે પણ નંબર-1 પર 123456 છે. ટોપ-5મા password અને qwerty આ વખતે પણ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી ખરાબ એટલે કે નબળા પાસવર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પાસવર્ડ એવા છે જેને કોઈપણ સરળતાથી ગેસ કરીને એકાઉન્ટ એક્સેસ કરી શકે છે.
પાછલા વર્ષે એટલે કે 2018મા પણ વર્ષના સૌથી ખરાબ પાસવર્ડના લિસ્ટમાં નંબર-1 પર 123456 પાસવર્ડ હતો. ટોપ-5મા આ વર્ષે પણ password છે. આ લિસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ છે. 33મા નંબર પર Donald છે.
ઉલ્લેખનીય છે કે આ ડેટા પાસવર્ડ મેનેજમેન્ટ કંપની Splashdata તરફથી જાહેર કરવામાં આવે છે. આ વખતે જારી થયેલા Splashdata નો વાર્ષિક રાઉન્ડઅપ 50 લાખ પાસવર્ડ પર આધારિત છે. આ પાસવર્ડ આ વર્ષે ડેટા લીક થવા દરમિયાન લીક થયા હતા અને જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ પાસવર્ડમાથી કંપનીએ આ વર્ષના સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ જાહેર કર્યું છે.
આ લિસ્ટમાં કેટલાક પાસવર્ડ એવા પણ છે જે તમે તમારા ઓનલાઇન એકાઉન્ટના રાખો છો તો તમે તે પાસવર્ડ બદલીને મજબૂત બનાવી લો. સ્ટ્રોન્સ પાસવર્ડનો પાયાનો નિયમ છે કે તમે પાસવર્ડમાં અપરકેસ, લોઅર કેસ અને સ્પેશિયલ કેરેક્ટર જરૂર વાપરો. જો પાસવર્ડ ભૂલવાનું ચક્કર નથી તો તમે પાસવર્ડ જનરેટર ટૂલનો ઉપયોગ લઈને મજબૂત પાસવર્ડ બનાવી શકો છો.
આ છે 2019ના સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ
1 – 123456
2 – 123456789
3 – qwerty
4 – password
5 – 1234567
6 – 12345678
7 – 12345
8 – iloveyou
9 – 111111
10 – 123123
11 – abc123
12 – qwerty123
13 – 1q2w3e4r
14 – admin
15 – qwertyuiop
16 – 654321
17 – 555555
18 – lovely
19 – 7777777
20 – welcome
21 – 888888
22 – princess
23 – dragon
24 – password1
25 – 123qwe
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે