Whatsapp નું સર્વર ઠીક થયું, લગભગ દોઢ કલાક પછી મેસેજની આપલે શરૂ થઈ

વોટ્સએપ એક મેસેજીંગ અને વીડિયો કોલિંગ એપ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો વોટ્સએપનો ઉપયોગ જાણકારી શેર કરવા માટે કરે છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓફિસનું કામ પણ વોટ્સએપ દ્વારા કરે છે અને વિભિન્ન પ્રકારનો ડેટા શેર કરે છે. ભારતમાં વોટ્સએપના 48 કરોડથી વધુ યૂઝર્સ છે. 

Whatsapp નું સર્વર ઠીક થયું, લગભગ દોઢ કલાક પછી મેસેજની આપલે શરૂ થઈ

WhatsApp Server Down:  દુનિયાભરમાં વોટ્સએપનું સર્વર ડાઉન થયા બાદ હવે ઠીક થયું છે. સર્વર લગભગ દોઢ કલાક સુધી ડાઉન રહ્યું. લોકો વોટ્સએપનો ઉપયોગ પણ કરી શકતા નહતા. પરંતુ હવે ઠીક થઈ ગયું છે. વોટ્સએપ પર સંદેશાઓની આપલે થઈ રહી છે. ભારતમાં વોટ્સએપના 48 કરોડથી વધુ યૂઝર્સ છે. આ યૂઝર્સને વોટ્સએપ સર્વર ડાઉન થવાથી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. 

વોટ્સએપ ડાઉન થવાથી યૂઝર્સ પરેશાન
અત્રે જણાવવાનું કે વોટ્સએપ એક મેસેજીંગ અને વીડિયો કોલિંગ એપ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો વોટ્સએપનો ઉપયોગ જાણકારી શેર કરવા માટે કરે છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓફિસનું કામ પણ વોટ્સએપ દ્વારા કરે છે અને વિભિન્ન પ્રકારનો ડેટા શેર કરે છે. વોટ્સએપ સર્વર ડાઉન થવાના કારણે આ લોકોને મુશ્કેલી આવી રહી હતી. 

— ANI (@ANI) October 25, 2022

મેટા તરફથી આવ્યો આ જવાબ
મેટા તરફથી કહેવાયું હતું કે અમે જાણીએ છીએ કે હાલ કેટલાક લોકોને મેસેજ મોકલવામાં સમસ્યા થઈ રહી છે અને અમે જેમ બને તેમ જલદી બધા માટે વોટ્સએપને રિસ્ટોર કરવા માટે કામ કરી રહ્યા છીએ. 

જુઓ Video

સર્વર પર ભાર હોવાનું બની શકે
એક્સપર્ટસના જણાવ્યાં મુજબ સર્વર પર ભાર તેનું સૌથી મોટું કારણ છે. જો કે તેના પર હજુ વોટ્સએપનો કોઈ જવાબ આવ્યો નથી. યૂઝર વોટ્સએપથી મેસેજ મોકલવા માટે અસમર્થ છે. હીટમેપના આધારે દાવો કરાઈ રહ્યો છે કે પ્રભાવિત વિસ્તારોમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, કાનપુર, હૈદરાબાદ અને બેંગ્લુરુ જેવા પ્રમુખ શહેરો સામેલ છે પરંતુ દુનિયાભરમાં યૂઝર વોટ્સએપનો ઉપયોગ કરી શકતા નહતા. 

શું કહ્યું હતું મેટા કંપનીએ
ભારત સહિત દુનિયાભરમાં વોટ્સએપ સર્વર ડાઉન થયું હતું. બ્રિટન અને પાકિસ્તાનથી પણ વોટ્સએપ ડાઉન થવાના રિપોર્ટ્સ આવ્યા હતા. વોટ્સએપ લગભગ દોઢ કલાક ડાઉન રહ્યું. જો કે હવે ઠીક થઈ ગયું છે. જ્યારે વોટ્સએપ ડાઉન હતું ત્યારે કંપનીનું નિવેદન સામે આવ્યું હતું. મેટા કંપનીએ કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે હાલ કેટલાક લોકોને મેસેજ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે અને અમે જલદી બધા માટે વોટ્સએપ ફરીથી ચાલુ કરવા માટે કામ કરી રહ્યા છીએ. 

આ દેશોમાં ડાઉન રહ્યું સર્વર
ભારત સહિત અમેરિકા, જર્મની, દક્ષિણ આફ્રિકા, બહેરીન, બાંગ્લાદેશ અને અન્ય અનેક દેશોના યૂઝર્સે પણ ફરિયાદ કરી હતી કે વોટ્સએપ બરાબર ચાલતું નથી. સર્વર ડાઉન થઈ ગયું છે. પરંતુ હવે વોટ્સએપની તમામ સેવાઓ બરાબર ચાલે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news