Mobile ના ઈન્ટરનેટ વિના હવે ડેસ્કટોપમાં કરી શકાશે મલ્ટી ડિવાઈસ Whatsapp નો ઉપયોગ
ફોનના ઈન્ટરનેટ વગર પણ હવે તમે ડેસ્કટોપમાં વ્હોટ્સેપનો ઉપયોગ કરી શક્શો, એક સમયે 1 ફોન અને 4 વધારાની ડિવાઈસ ચલાવી શક્શો.
Trending Photos
રાહુલ પીઠડીયા, અમદાવાદઃ તમને ગત વર્ષે વોટ્સએપમાં અનેક પ્રકારના અપડેટ્સનો મળ્યા હશે. તેમાંના કેટલાકને અપડેટ કોઈ ખાસ નહીં, પરંતુ એવું લાગે છે કે વ્હોટ્સેપ તેના પ્લેટફોર્મમાં સતત નવીનતા લાવી રહ્યું છે. વૈશ્વિક મોબાઈલ મેસેજિંગ કંપની વ્હોટ્સેપે એક નવા ફીચર માટે બીટા વર્ઝન જાહેર કર્યું છે. જે નોન-મોબાઈલ ફોન ડિવાઈસને ઈન્ટરનેટ સાથે જોડાયેલા રજિસ્ટર્ડ ફોનની જરૂર વગર સેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તેથી વોટ્સએપ વાપરવા માટે હવે તમારે મોબાઈલ ફોનની જરૂર નહીં પડે. વોટ્સએપ પહેલેથી જ બે ડિવાઈસને સપોર્ટ કરે છે, જેમાં વેબ વોટ્સએપ, જેનો ઉપયોગ કરવા માટે તમારે ઈન્ટરનેટ સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ ફોનની જરૂર પડે છે. તેથી આ અપડેટ મૂળભૂત રીતે આ એપનો ઉપયોગ કરવાની રીતમાં ક્રાંતિ લાવે છે. જો કે હવે WhatsApp 2થી વધુ ડિવાઈસને સપોર્ટ કરશે. તો આવો જાણીએ વ્હોટ્સેપના નવા ફીચર વિશે તમામ માહિતી.
શું છે આ નવી મલ્ટી-ડિવાઈસ ફીચર?
જો તમે તમારા મોબાઈલ ફોન અને અન્ય ડિવાઈસ પર વોટ્સએપનો ઉપયોગ કર્યો હોય, તો તમે કદાચ જાણતા હશો કે એક જ એકાઉન્ટ સાથે જોડાવા માટે તમારે બધી ડિવાઈસને એક મોબાઈલ ફોન સાથે જોડવાની જરૂર છે. આમાં બે નોંધપાત્ર ગેરફાયદા છે. પ્રથમ, તમે એક સમયે એક કરતા વધારે ફોનને સપોર્ટ કરી શકતા નથી, એટલે કે તમને ગમે તેટલી જરૂર હોય તો પણ તમે બે મોબાઇલ ફોન પર WhatsApp ક્યારેય ચલાવી શકતા નથી. બીજું, જો તમારી પાસે માત્ર એક જ રજિસ્ટર્ડ મોબાઈલ ફોન હોય, તો પણ તમે કોઈપણ સમયે તમારા વોટ્સએપ એકાઉન્ટને 4 ડિવાઈસ સાથે લિંક કરી શકો છો. સામાન્ય રીતે, તે પૂરતું છે, પરંતુ જો તમને વધુ જરૂર હોય તો તમે એક અસ્વસ્થ પરિસ્થિતિમાં મુકાઈ શકો છો. વ્હોટ્સેપે પોતાનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. જેમાં તમે મોબાઈલ ફોનને લિંક કર્યા વગર અનેક ડિવાઈસ સાથે વ્હોટ્સેપમાં લોગ ઈન કરી શકો છો. હવે તમારી તમામ ડિવાઈસ સ્ટેન્ડ-અલોન પર છે, અને હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે તમારી પાસે ફોન છે કે નહીં.
કેવી રીતે બીટા વર્ઝનનો ઉપયોગ કરવો?
વ્હોટ્સેપ બીટા વર્ઝનનો ભાગ બનવા માટે, તમારે પ્લેસ્ટોર અથવા એપ સ્ટોરમાં વ્હોટ્સેપના એપ્લિકેશનને અપડેટ કરવું પડશે. ત્યારબાદ વ્હોટ્સેપ વેબ શરૂ કરવા માટે તમારે Linked Deviceને સિલેક્ટ કરવું પડશે. પરંતુ આ વખતે તમારી પાસે એક નવું ઓપશન હશે જેનું નામ છે Multi-device beta. તેને મેન્યુલ રીતે ચાલું કરો અને તેના કોમ્પ્રેહેન્સિવ સપોર્ટ પેજની મુલાકાત લો.
એકવાર તમે બીટા વર્ઝનમાં જોડાઈ જાઓ પછી સિસ્ટમ તમને બધા ડિવાઈસમાંથી લોગ આઉટ કરશે, અને તમારે તે બધા માટે મેન્યુઅલી સાઈન ઈન કરવાની જરૂર પડશે. તે કરવા માટે, તમારા મોબાઈલ ફોનને તમારી ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડીથી પ્રમાણિત કરો, પછી QR કોડ સ્કેન કરો. તમે નિહાળશો કે બધું લગભગ સમાન દેખાય છે, સિવાય કે તમને હવે હેરાન કરનારી સૂચના નહીં મળે કે તમારો ફોન ઈન્ટરનેટ સાથે જોડાયેલો નથી. હવે તમે મોબાઈલના ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ વર્ઝનમાં વ્હોટ્સેપનો ઉપયોગ કરી શક્શો. અને હંમેશાની જેમ તમારા તમામ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. તમે આ ફીચરની મદદથી વ્હોટ્સેપને એક જ સમયે 4 ડિવાઈસમાં ઉપયોગ કરી શક્શો. પરંતુ એક સમયે તમારા વોટ્સએપ એકાઉન્ટ સાથે માત્ર એક જ ફોન કનેક્ટેડ હોવો જોઈએ. તમારે તમારા વ્હોટ્સેપ એકાઉન્ટને રજીસ્ટર કરાવવું પડશે અને નવી ડિવાઈસને તમારા ફોન સાથે લિંક કરવા પડશે. જો તમે તમારો ફોનનો ઉપયોગ 14થી વધુ દિવસ માટે નથી કરતા તો તમારી તમામ લિંક્ડ ડિવાઈસ ડિસ્કનેક્ટ થઈ જશે.
મલ્ટી ડિવાઈસ બીટા વર્ઝનનો ઉપયોગ કોન કરી શક્શે?
1) વ્હોટ્સેપ અને વ્હોટ્સેપ બિઝનેસ એપ બીટા યુઝર્સ કે જેઓ વ્હોટ્સેપ બીટાનું લેટેસ્ટ વર્ઝન પોતાના એન્ડ્રોઈડ અથવા આઈફોનમાં યુઝ કરે છે તે મલ્ટી ડિવાઈસ બીટા વર્ઝનનો ઉપયોગ કરી શક્શે.
2) વ્હોટ્સેપ અને વ્હોટ્સેપ બિઝનેસ એપ યુઝર્સ મર્યાદિત દેશોમાં આ ફીચરનો ઉપયોગ કરી શક્શે. મલ્ટી ડિવાઈસ બીટા વર્ઝનનો આગામી દિવસોમાં વિવિધ ડિવાઈસમાં રોલ-આઉટ થશે. કેટલીક ડિવાઈસમાં આ ફીચર આવી ગયું છે.
મલ્ટી ડિવાઈસ બીટા વર્ઝનમાં આ ફીચર્સને હાલમાં સપોર્ટ નહીં કરે-
1) કંપેનિયન ડિવાઈસમાં તમે લાઈવ લોકેશન નહીં નિહાળી શકો.
2) વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ પર પિનિંગ ચેટ.
3) વ્હોટ્સેપ વેબ અને ડેસ્કટોપ પરથી ગ્રુપ ઈનવાઈટ્સમાં જોડાવું, રિસેટ કરવું અને નિહાળવા માટે તમારે તમારા ફોનનો ઉપયોગ કરવો પડશે.
4) તમારા લિંક્ડ ડિવાઈસમાંથી તમે એવા લોકોને મેસેજ અથવા કોલ નહીં કરી શકો જેઓ વ્હોટ્સેપના જૂના વર્ઝનનો ઉપયોગ કરે છે.
5) તમારા પોર્ટલમાં એવા વ્હોટ્સેપ ડિવાઈસ નહીં ચાલે જ્યાં સુધી તે એકાઉન્ટ્સ મલ્ટી ડિવાઈસ બીટા વર્ઝનમાં જોડાયા નથી.
6) વ્હોટ્સેપ બિઝનેસ યુઝર્સ પોતાના બિઝનેસનું નામ અથવા લેબલને વ્હોટ્સેપ વેબ અથવા ડેસ્કટોપમાં એડિટ નહીં કરી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે