Petrol-Diesel Price: ખુશખબર! પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મળશે રાહત, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Petrol-Diesel Price: લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલની વધતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળી શકે છે. 46મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર વિચાર કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ Petrol- Diesel Price: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Hike) ના વધી રહેલા ભારથી જનતાને રાહત મળી શકે છે. મંત્રીઓની એક પેનલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પર સિંગલ નેશનલ રેટ હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદકો પર ટેક્સ લગાવવા પર વિચાર કરવામાં આવશે. મામલાની જાણકારી રાખનાર અનુસાર કંઝ્યુમર પ્રાઇસ અને સરકારી રાજસ્વમાં સંભવિત મોટા ફેરફાર માટે મહત્વના પગલા ભરવામાં આવી શકે છે.
શુક્રવારે લખનઉમાં યોજાનારી 45મી જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠકમાં તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતાવાળી પેનલ તેના પર વિચાર કરશે.
કઈ રીતે થાય છે જીએસટી સિસ્ટમમાં ફેરફાર?
હકીકતમાં જીએસટી સિસ્ટમમાં જો કોઈપણ ફેરફાર કરવાનો હોય તો તેમાં પેનલના એક-ચતૃથાંશથી મંજૂરીની જરૂરીયાત હોય છે. તેમાં બધા રાજ્યો અને પ્રદેશોના પ્રતિનિધિ સામેલ થશે. પરંતુ આ પ્રસ્તાવમાં કેટલાકે ફ્યૂલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે કારણ કે તેમનું કહેવું છે કે તેવામાં કેન્દ્ર સરકારને એક મુખ્ય રાજસ્વ આપનાર ટૂલ સોંપી દેશું.
પેટ્રોલ-ડીઝલની કિંમતથી જનતા પરેશાન
ઉલ્લેખનીય છે કે દેશભરમાં પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Today) ની કિંમતો સતત વધી રહી છે, જેનાથી લોકો મુશ્કેલીમાં છે. પરંતુ આ વચ્ચે તમને જણાવી દઈએ કે મંગળવાર 14 સપ્ટેમ્બર, 2021ના સતત નવ દિવસથી સ્થિર છે. તેમ છતાં રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લીટર પર છે. તો ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર પર છે. મુંબઈમાં પેટ્રોલ 07.26 રૂપિયા પ્રતિ લીટર છે, તો ડીઝલ 96.19 પૈસા પ્રતિ લીટર છે.
મોંઘા પેટ્રોલિયમ ઉત્પાદકોથી ભરાયો સરકારી ખજાનો
હકીકતમાં સરકાર પેટ્રોલિયમ ઉત્પાદકો પર ઉત્પાદન શુલ્ક કલેક્શન ચાલૂ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં 48 ટકાનો વધારો થયો છે. એટલે કે વધતી કિંમત વચ્ચે પેટ્રોલ-ડીઝલે સરકારનો ખજાનો ભરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. એપ્રિલથી જુલાઈ 2021 દરમિયાન ઉત્પાદન શુલ્ક કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું, જે પાછલા નાણાકીય વર્ષની સમય અવધિમાં 67,895 કરોડ રૂપિયા હતું. તો નાણાકીય વર્ષ 2020-2021માં પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર તરફથી વસૂલવામાં આવતા ટેક્સમાં 88 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ રકમ 3.35 લાખ કરોડ રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે