બે વર્ષ બાદ આવ્યું Whatsapp માં આ દમદાર ફીચર, યૂઝર્સની આતૂરતાનો આવ્યો અંત
વોટ્સએપમાં કમાલના ફીચરની એનટ્રી થઈ છે. આ ફીચર આવવાથી તમે ચેટમાં જૂના મેસેજને તારીખથી સર્ચ કરી શકશો. WABetainfo એ આ ફીચરની જાણકારી આપી છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ...
Trending Photos
નવી દિલ્હીઃ વોટ્સએપ (Whatsapp) માં છેલ્લા કેટલાક સમયથી નવા-નવા ફીચર્સની એન્ટ્રી થઈ રહી છે. આ કડીમાં વોટ્સએપ હવે યૂઝર્સ માટે વધુ એક શાનદાર ફીચર લઈને આવ્યું છે. આ ફીચરની મદથી યૂઝર ચેટમાં ડેટ પ્રમાણે મેસેજ સર્ચ કરી શકશે. આ ફીચર પર છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું. વોટ્સએપમાં આવેલા નવા ફીચરની જાણકારી WABetainfo એ આપી છે. WABetainfo એ ટ્વીટ કરી આ નવા ફીચરના સ્ક્રીનશોટશેર કર્યાં છે.
મળ્યો જંપ ટૂ ડેટનો ઓપ્શન
WABetainfo એ જે સ્ક્રીનશોટ શેર કર્યો છે, તેમાં નવા ફીચર વિશે ઘણી માહિતી મળી રહી છે. શેર કરાયેલા સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે આ ફીચર કઈ રીતે કામ કરશે. તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરવા માટે કંપની તેમાં Jump To Date નો વિકલ્પ આપી રહી છે. તેમાં યૂઝર જે તારીખનો મેસેજ જોવા ઈચ્છે છે તેને સરળતાથી સર્ચ કરી શકે છે.
જલદી રિલીઝ થશે ફીચરનું સ્ટેબલ વર્ઝન
WABetainfo એ જણાવ્યું કે આ ફીચર હજુ વોટ્સએપ IoS ના ટેસ્ટ ફ્લાઇટ એપમાં વર્ઝન IOS 22.24.0.77 માં આપવામાં આવી રહ્યું છે. તેને કેટલાક સિલેક્ટેડ બીટા યૂઝર ચેટ્સ અને ગ્રુપ્સમાં ઉપયોગ કરી શકે છે. આવનારા દિવસોમાં તેને વધુ બીટા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. બીટા ટેસ્ટિંગ પૂરુ થયા બાદ કંપની તેના સ્ટેબલ વર્ઝનને ગ્લોબલ યૂઝર્સ માટે રોલઆઉટ કરશે.
ગ્રુપ ચેટ્સ માટે મ્યૂટનો વિકલ્પ
વોટ્સએપ આજકાલ ગ્રુપ ચેટ્સના નોટિફિકેશનને મ્યૂટ કરનારા ફીચર પર પણ કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફીચરની મદદથી યૂઝર ગ્રુપમાં રિવીસ થનારા મેસેજના નોટિફિકેશનને તત્કાલ બંધ કરી શકશે. વોટ્સએપે હાલમાં એન્ડ્રોયડ બીટા વર્ઝન માટે મોટા ગ્રુપ્સના નોટિફિકેશનને ઓટોમેટિકલી ઓફ કરનારા ફીચરને રોલઆઉટ કર્યું હતું. હવે કંપની ડેસ્કટોપ વર્ઝન માટે પણ ગ્રુપ ચેટ નોટિફિકેશનને ઓછા કરવાની તૈયારી કરી રહી છે. જલદી વોટ્સએપ ડેસ્કટોપ માટે અપડેટ થઈ જશે, જેમાં ગ્રુપ ચેટને મ્યૂટ કરવાનો શોર્ટકટ વિકલ્પ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે