હવે ઈન્ટરનેટ વગર પણ એક સાથે 4 ડિવાઈસમાં ચાલશે WhatsApp! આવી રીતે કરો આ ફીચરનો ઉપયોગ

WhatsApp New Feature: વોટ્સએપનું નવું ફીચર લોન્ચ થયું છે, જેને જાણીને યૂઝર્સમાં ઉત્સાહ છે. નવું ફીચર્સ યૂઝર્સને પાંચ ડિવાઈસ સુધી કનેક્ટ કરીને અને તેમના પર એક સાથે વોટ્સએપ ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. જાણો કેવી રીતે કરી શકાશે આ ફીચર્સનો ઉપયોગ.

 

હવે ઈન્ટરનેટ વગર પણ એક સાથે 4 ડિવાઈસમાં ચાલશે WhatsApp! આવી રીતે કરો આ ફીચરનો ઉપયોગ

નવી દિલ્લી. WhatsApp New Feature: લાંબા સમય બાદ, મલ્ટી-ડિવાઈસ કનેક્ટિવિટીની અનુમતિ આપનાર નવું વોટ્સએપ ફીચર બીટાથી બહાર છે. આ નવું ફીચર યૂઝર્સને પાંચ ડિવાઈસ સુધી કનેક્ટ કરવા અને તેના પર એક સાથે વોટ્સએપ ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. આ ફીચરને વોટ્સએપ લિંક્ડ ડિવાઈસ કહેવામાં આવે છે અને આ વોટ્સએપ સેટિંગમાં જોઈ શકાય છે. જોકે, કેટલીક ચેતવણી પણ છે અને તમામ ડિવાઈસ આના માટે યોગ્ય નથી. તો વોટ્સએપના આ નવા ફીચરને જુઓ અને જાણો કે એક સમયમાં અલગ અલગ ઉપકરણો પર વોટ્સએપ કેવી રીતે ઉપયોગ કરાય. 

WhatsApp એપનું નવુ ફીચર: એક સમય પર 4 ડિવાઈસ થઈ શકે લિંક:
વોટ્સએપનો ઉપયોગ વેબ મારફતે પણ કરી શકાય છે. આ યોગ્ય રીતે કામ કરવા માટે તમારા પ્રાથમિક ફોન પર નિર્ભર હતું. સ્માર્ટફોન કનેક્ટ ન હોય તો વોટ્સએપ વેબ પણ કામ કરવાનું બંધ કરી દે છે. પરંતુ વોટ્સએપનું આ નવું ફીચર આ સમસ્યાનું સમધાન લઈને આવ્યું છે. વોટ્સએપ લિંક્ડ ડિવાઈસના રૂપમાં ડબ કરવામાં આવ્યું છે, આ ફીચર કોઈપણ લિંક કરેલા ડિવાઈસને તમારા પ્રાથમિક ડિવાઈસ પર નિર્ભર થયા વગર જ સ્વતંત્ર રૂપથી કાર્ય કરવા માટે અનુમતિ આપે છે. જોકે, કોઈ યૂઝર પ્રાયમરી સ્માર્ટ ફોનને 14 દિવસથી વધારે ઉપયોગ ન કરે તો તેમની સાથે જોડાયેલા તમામ ડિવાઈસ પણ ડિસ્કનેક્ટ થઈ જશે. પ્રાથમિક ડિવાઈસને છોડીને એક વોટ્સએપ એકાઉન્ટ 4 અન્ય ઉપકરણોને જોડી શકે છે. 

શું એન્ડ્રોઈડ ફોનમાં થઈ શકે ઉપયોગ?
વોટ્સએપની નવી સુવિધા વર્તમાનમાં IOS(v22.6.74)ના લેટેસ્ટ અપડેટ પર ઉપલબ્ધ છે અને જલ્દી જ એન્ડ્રોઈડ માટે એક ફૉલોએપની પણ આશા છે. પરંતુ એ પહેલાં કે અમે તમને જણાવીએ કે વિભિન્ન ઉપકરણો પર એક સાથે વોટ્સએપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, આવો પહેલાં કેટલીક સાવચેતી વિશે જાણી લઈએ. યૂઝર એ યૂઝર્સને વેબ, ડેસ્કટૉપ અથવા પોર્ટલ સંદેશ અથવા કોલ કરવામાં સક્ષમ નહીં હશે જેમનાં ફોનમાં વૉટ્સએપનું જૂનું વર્ઝન હશે. આ ઉપરાંત, એક સમયમાં માત્ર એક સ્માર્ટફોનને વોટ્સએપ એકાઉન્ટથી જોડી શકાશે. એનો મતલબ એ કે બાકીના 4 ડિવાઈસમાં કોઈ બીજો સ્માર્ટફોન નહીં હોય શકે. 

વોટ્સએપનો ઉપયોગ અન્ય ડિવાઈસ પર કેવી રીતે કરી શકાય?
સ્ટેપ 1: સૌથી પહેલાં ડેસ્કટોપ, લેપટોપ અથવા ટેબલેટ પર વોટ્સએપ વેબ ખોલવું

સ્ટેપ 2: હવે તમારા IPhoneમાં વોટ્સએપ ખોલો અને સેટિંગ્સમાં જાઓ. તમને ત્યાં 'લિંક્ડ ડિવાઈસ' મળશે

સ્ટેપ 3: 'લિંક્ડ અ ડિવાઈસ' પર ક્લિક કરો

સ્ટેપ 4: એકવાર આ સ્કેનર ખુલી જશે તો, ફોનનો ઉપયોગ કરીને વોટ્સએપ વેબ પર કોડને સ્કેન કરો

સ્ટેપ 5: એકવાર તમારું વોટ્સએપ એકાઉન્ટ નવા ડિવાઈસને રજિસ્ટર કરી લે છે તો ઓટોમેટિકલી ચેટ હિસ્ટ્રીને સિંક કરી દેશે અને સ્વતંત્રરૂપથી કામ કરવાનું શરૂ કરી દેશે

સ્ટેપ 6: કોઈ ડિવાઈસને અનલિંક કરવા માટે, તમે આ જ સ્ટેપ્સનું પાલન કરી શકો છો અને લિંક કરવામાં આવેલા ડિવાઈસને બસ થોડીવાર સુધી દબાવી અને ડિલિટ પર ક્લિક કરી શકશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news