હવે ચેટિંગ કરવાની આવશે વધુ મજા, WhatsApp માં એક સાથે આવ્યા 4 નવા ફીચર, જુઓ લિસ્ટ

WhatsApp એ નવા ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સને સામેલ કર્યાં છે. તેવામાં નવા ઓપ્શન્સ જૂના ફોર્મેટિંગ ઓપ્શનની સાથે હાજર રહેશે. 
 

હવે ચેટિંગ કરવાની આવશે વધુ મજા, WhatsApp માં એક સાથે આવ્યા 4 નવા ફીચર, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ WhatsApp એ નવા ટેક્સ ફોર્મેટિંગ ઓપ્શન્સને લોન્ચ કર્યું છે. તેનાથી યૂઝર્સને તેના મેસેજ સારી રીતે મેનેજ કરવામાં મદદ મળશે. આ નવા ઓપ્શનમાં બુલેટ લિસ્ટ, નંબર્ડ લિસ્ટ, બ્લોક કોટ્સ અને ઇનલાઇન કોડ સામેલ છે. ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સના લેટેસ્ટ એડિશન દ્વારા યૂઝર્સને સમયની બચત કરવામાં મદદ મળશે. સાથે કમ્યુનિકેશન સારી રીતે થઈ શકશે. આ એડિશનલ ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સ બોલ્ડ, ઇટેલિક, સ્ટ્રાઇકથ્રૂ અને મોનોસ્પેસ ફોર્મેટિંગ ઓપ્શન સાથે હાજર રહેશે.

WhatsApp એ કન્ફર્મ કર્યું છે કે નવું ફીચર એન્ડ્રોઇડ, iOS,વેબ અને મેકના દરેક યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ નવા ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સ દરેક ચેનલ એડમિન પણ એક્સેસ કરી શકશે. આવો જાણીએ આ લેટેસ્ટ ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સને યૂઝ કરવા માટે સ્ટેપ્સ.

બુલેટેડ લિસ્ટ
બુલેટેડ લિસ્ટ ફોર્મેટ દ્વારા યૂઝર્સ સ્ટેપ્સને ડિટેલ રીતે ઓર્ગેનાઇઝ કરી શકશે. આ ફોર્મેટનો ઉપયોગ કોઈપણ મેસેજમાં મેજર પોઈન્ટ્સને હાઈલાઇટ કરવા માટે કરી શકાશે. આ બુલેટેડ પોઈન્ટ ફોર્મેટને યૂઝ કરવા માટે ‘-‘ સિમ્બોલ લગાવ્યા બાદ સ્પેસ લગાવવું પડશે.

નંબર્ડ લિસ્ટ
નંબર્ડ લિસ્ટ ફોર્મેટ બુલેટેડ લિસ્ટની જેમ કામ કરશે. આ ફોર્મેટનો ઉપયોગ સ્ટેપ્સના એક સ્પેસિફિક ઓર્ડરને પ્રેઝન્ટ કરવા કે ઈવેન્ટ્સનું રિકેપ પ્રેઝન્ટ કરવા માટે કરી શકાય છે. આ ફોર્મેટને એક્સેસ કરવા માટે યૂઝર્સે 1 કે 2 ડિઝિટ ટાઇપ કરવા પડશે પછી એક પીરિયડ અને સ્પેસ રાખવું પડશે.

બ્લોક કોડ
બ્લોક કોટ ફોર્મેટ યૂઝર્સને Key ટેક્સ્ટને હાઇલાઇટ કરવામાં મદદ કરે છે. તેનાથી તે ટેક્સ્ટને બાકી ટેક્સ્ટથી અલગ દેખાડવામાં મદદ મળે છે. કોઈ Key ટેક્સ્ટને હાઇલાઇટ કરવા માટે યૂઝર્સે ‘>’ટાઈપ કર્યા બાદ સ્પેસ લગાવવું પડશે.

ઇનલાઇન કોડ
ઇનલાઇન કોડ કોઈ લાઇનની અંદર ઇન્ફોર્મેશનને હાઈલાઈટ કરવાની બીજી રીત છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ‘`’સિંબલ સ્પેસિફિક ટેક્સ્ટને આગળ અને પાછળ લગાવવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news