WhatsApp લાવ્યું નવુ ફીચર, હવે મોટી સાઇઝમાં દેખાશે ફોટો અને વીડિયો

હકીકતમાં અત્યાર સુધી વોટ્સએપ પર જ્યારે કોઈ ફોટો મોકલવામાં આવતો હતો તો તેનું પ્રીવ્યૂ વર્ગાકાર શેપમાં જોવા મળતું હતું. એટલે કે ફોટો લાંબો છે તો પ્રીવ્યૂમાં તે કપાતો હતો.

WhatsApp લાવ્યું નવુ ફીચર, હવે મોટી સાઇઝમાં દેખાશે ફોટો અને વીડિયો

નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વોટ્સએપે પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર જારી કર્યું છે. કંપનીએ જે અપડેટ જારી કર્યું છે, ત્યારબાદ વોટ્સએપ ચેટમાં ફોટો અને વીડિયો પહેલાથી મોટા જોવા મળશે. કંપનીએ આ ફીચરની જાહેરાત ટ્વીટ કરી આપી છે, સાથે નવું ફીચર કઈ રીતે જોવા મળશે, તેનું ઉદાહરણ પણ આપ્યું છે. 

હકીકતમાં અત્યાર સુધી વોટ્સએપ પર જ્યારે કોઈ ફોટો મોકલવામાં આવતો હતો તો તેનું પ્રીવ્યૂ વર્ગાકાર શેપમાં જોવા મળતું હતું. એટલે કે ફોટો લાંબો છે તો પ્રીવ્યૂમાં તે કપાતો હતો. ફોટોને આખો જોવા માટે તમારે તેનો ઓપન કરવો પડતો હતો. પરંતુ હવે તમે ફોટો ડાઉનલોડ કર્યા બાદ ખોલ્યા વગર પણ જોઈ શકશો. તસવીર જે સાઇઝની હશે તેનું પ્રીવ્યૂ પણ તેવું જોવા મળશે. 

— WhatsApp (@WhatsApp) April 30, 2021

ફોટો સિવાય આ ફીચર વીડિયો માટે પણ જારી કરવામાં આવ્યું છે. આ વોટ્સએપમાં ખુબ મોટો ફેરફાર નથી, પરંતુ કામનો જરૂર છે. વોટ્સએપે આ ફીચરને iOS યૂઝર્સ મહિને પાછલા મહિને એપ સ્ટોરમાં અપડેટ વર્ઝન  2.21.71 ની સાથે રજૂ કર્યો હતો. એવું લાગે છે કે આ સુવિધા બધા વોટ્સએપ યૂઝર્સ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. 

Smartphones થઈ શકે છે મોંઘા, જો ખરીદવાનો હોય તો તત્કાલ ખરીદી લો

Twitter પણ કરી રહ્યું છે આ ફીચર પર કામ
હાલમાં ટ્વિટરે પણ ટાઇમલાઇન પર ફુલ વ્યૂ ફોટોનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. હાલ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીર અડધી જોવા મળે છે. યૂઝર્સે આખી તસવીર જોવા માટે ટ્વીટ પર ટેપ કરવું પડે છે. નવા ફીચર બાદ જેવો ફોટો ટ્વીટ કંપોઝ કરવા સમયે દેખાશે, તેવી પોસ્ટ થયા બાદ જ જોવા મળશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news