WhatsAppનો મોટો ધમાકો: આ શાનદાર ફીચરથી કરો ‘Secret Chatting’, આપોઆપ ડિલીટ થઈ જશે તમારા મેસેજ
જો કે વ્હોટ્સએપ પર મેસેજોની સુરક્ષા અને ગુપ્ત રાખવાની ઘણી રીતો છે, પરંતુ આ ડિસઅપીયરિંગ મેસેજ ફીચર તેમાંથી સૌથી વધુ આકર્ષક છે. આ ફીચરમાં તમારા મેસેજ એક સમય પછી આપમેળે ડિલીટ થઈ જાય છે..
- વોટ્સએપનું અદૃશ્ય થઈ રહ્યું છે મેસેજ ફીચર
- તમારા મેસેજોને આપમેળે કાઢી નાખવામાં આવશે
- તેનો આ રીતે ઉપયોગ કરો
Trending Photos
નવી દિલ્હી: આજના યુગમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય. WhatsApp વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપમાંની એક છે અને આ એપ તેના યુઝર્સ માટે સમયાંતરે અનેક નવા ફીચર્સ લાવતી રહે છે જે લોકોને ખૂબ પસંદ આવે છે. આવું જ એક ફીચર, જે લોન્ચ થતાની સાથે જ લોકપ્રિય બની ગયું છે, તે છે વોટ્સએપનું ડિસઅપીયરિંગ મેસેજ (Disappearing Message) ફીચર . ચાલો તેના વિશે વધુ જાણીએ.
વોટ્સએપનું ડિસઅપીયરિંગ મેસેજ ફીચર
જો કે વ્હોટ્સએપ પર મેસેજોની સુરક્ષા અને ગુપ્ત રાખવાની ઘણી રીતો છે, પરંતુ આ ડિસઅપીયરિંગ મેસેજ ફીચર તેમાંથી સૌથી વધુ આકર્ષક છે. આ ફીચરમાં તમારા મેસેજ એક સમય પછી આપમેળે ડિલીટ થઈ જાય છે અને તમારે મેસેજને જાતે પસંદ કરીને ડિલીટ કરવાની જરૂર પડતી નથી.
ભારત-પાકિસ્તાનની વચ્ચે રમાશે T-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ, જાણો કેવા બની રહ્યા છે સમીકરણો
કેવી રીતે કામ કરે છે આ ફીચર
વોટ્સએપનું આ ફીચરને તમે સેટિંગ્સમાં જઈને ઓન કરી શકો છો. ત્યારબાદ તમને અહીં ટાઈમિંગ સેટ કરવાનું પણ ઓપ્શન મળે છે. હવે આ રીતે દર સાત દિવસે વોટ્સએપ આ ફીચરના કારણે તમારા મેસેજોને ઓટોમેટકલી ડિલીટ કરી નાંખશે અને તમારે કંઈ પણ કરવાની જરૂર પડશે નહીં.
ફીચરને કેવી રીતે એક્ટિવેટ કરશો
આ ફીચરને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ એપના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો. ત્યારબાદ ફોનમાં વોટ્સએપ ઓપન કરો, હવે તે ચેટને પસંદગી કરો જેમાંની ચેટને તમે ડિલીટ કરવા માંગતા હોય. સ્ક્રિનની ઉપરની બાજુ જ્યાં તમને તે કોન્ટેક્ટનું નામ દેખાઈ રહ્યું છે, તેના પર ક્લિક કરો અને તમારી સ્ક્રીન પર એક મેનું ખૂલી જશે.
Gold Price: ઘનતેરસ-દિવાળી સુધી સોનાનું રોકાણ આપી શકે છે સારું રિટર્ન, જાણો શું કહે છે એક્સપર્ટ?
અહીં તમારે મીડિયા, લીંક અને ડોક્સના નીચે ચાર ઓપ્શન જોવા મળશે. તેના જ નીચે તમને ડિસઅપીયરિંગ મેસેજ ફીચરનો ઓપ્શન જોવા મળશે. તમે આ ઓપ્શન પર જેવા જ ક્લિક કરશો એપ તમને એક મેસેજ ટાઈમર પર લઈ જશે. તેમાં તમારે ઓન અને ઓફ, બે ચોઈસીસ દેખાડશે. જો કે, ઓફનું ઓપ્શન સિલેક્ટ થયેલું હશે, ત્યાં તમે જેવું જ ઓન પર ક્લિક કરશો, ડિસઅપીયરિંગ મેસેજ ફીચર એક્ટિવેટ થઈ જશે અને તમારા મેસેજ દર સાત દિવસે ઓટોમેટિકલી ડિલીટ થતા રહેશે.
અત્રે નોંધનીય છે કે, ભલે તમે આ ફીચરને તમારી તરફથી ઓન કર્યું હોય, પરંતુ તેનો કંટ્રોલ એટલે કે ઓન અને ઓફ કરવાનો ઓપ્શન સામેની વ્યક્તિની પાસે પણ હોય છે. વોટ્સએપના આ ફીચરથી તમે હવે આરામથી કોઈ પણ ચિંતા કર્યા વગર ચેટિંગ કરી શકો છો. અહીં તમને જણાવીએ કે તમે અહીં ઈચ્છો તો તમારા મેસેજોને ક્યાંક બીજે અથવા તો તેનું બેકઅપ પણ રાખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે