ખુશખબર: હવે Twitter માંથી થશે મોટી કમાણી, આ યૂઝર્સને પૈસા આપશે ઇલોન મસ્ક

ટ્વિટર યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. ટ્વિટરના નવા સીઈઓ ઇલોન મસ્કે શુક્રવારે કહ્યું કે ટ્વિટર પોતાના કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સની સાથે જાહેરાતથી થનારી કમાણીને શેર કરવાનું શરૂ કરશે. 
 

ખુશખબર: હવે Twitter માંથી થશે મોટી કમાણી, આ યૂઝર્સને પૈસા આપશે ઇલોન મસ્ક

નવી દિલ્હીઃ Twitter યૂઝર્સ માટે સારા સમાચાર છે. ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કે શુક્રવારે કહ્યું કે ટ્વિટર પોતાના કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સની સાથે જાહેરાતની કમાણી શેર કરવાનું શરૂ કરી દેશે. મસ્કે શુક્રવારે કહ્યું કે, કોઈ ક્રિએટરના રિપ્લાઈ થ્રેડ પર દેખાતી જાહેરાતથી થનારી કમાણી શેર કરવામાં આવશે. તે માટે યૂઝર્સનું બ્લુ વેરિફાઇડ એકાઉન્ટ હોવું જરૂરી છે. પરંતુ મસ્કે રેવેન્યૂના તે ભાગ વિશે જાણકારી આપી નથી, જેને યૂઝર્સની સાથે શેર કરવામાં આવશે. 

કન્ટેન્ટ મોડરેશન નિયમો માટે મસ્કના દ્રષ્ટિકોણ વિશે ચિંતાઓ વચ્ચે ટ્વિટરે જાહેરાત આપનારને પોતાના રેવેન્યૂને પ્રભાવિત કરતા જોયા છે. કંપનીનો કાર્યભાર સંભાળ્યા બાદ, મસ્કે કહ્યું કે ટ્વિટરે રેવેન્યૂમાં મોટો ઘટાડો જોયો અને જાહેરાત આપનાર પર દબાવ નાખવા માટે એક્ટિવિસ્ટ ગ્રુપને દોષી ઠેરવ્યા છે. 

ટ્વિટરના સીઈઓના રૂપમાં મસ્કે ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન સર્વિસ માટે ખર્ચ ઓછો કરવા અને નવા પ્લાન્સને રજૂ કરવા પર ફોકસ કર્યું છે, જે માંગ બાદ વેરિફાઇડ બેઝ પ્રદાન કરે છે. આ સિવાય મસ્કે શુક્રવારે કહ્યું કે લિગેસી બ્લૂ વેરિફાઇડને થોડા મહિનામાં ખતમ કરી દેવામાં આવશે કારણ કે તે ડીપલી કરપ્ટેડ હતું. 

થોડા સમય પહેલા જણાવવામાં આવ્યું હતું કે માઇક્રોબ્લોગિંગ સાઇટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચુકવણી શરૂ કરવાની રીતો પર કામ કરી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટરે પ્રક્રિયા માટે રેગુલેટરી લાયસન્સ માટે અરજી કરવાનું શરૂ કરી દીધુ છે. 

ટ્વિટરને બનાવીશું ધ એવરીથિંગ એપ
પોતાના અધિગ્રહણ બાદ મસ્કે રેવેન્યૂની નવી કલમો બનાવવા માટે ટ્વિટર પર ભાર આપી રહ્યાં છે. ઓક્ટોબરમાં કંપનીને 44 બિલિયન ડોલરના અધિગ્રહણ બાદ કંપનીએ જાહેરાત આવકમાં મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. 

મસ્કે પહેલા કહ્યું હતું કે ટ્વિટરનું અધિગ્રહણ ધ એવરીથિંગ એપ બનાવવા માટે એક માસ્ટર પ્લાનનો ભાગ હશે. મસ્ક પ્રમાણે આ એપ સોશિયલ નેટવર્કિંગ, પીયર-ટૂ-પીયર પેમેન્ટ અને ઈ-કોમર્સ શોપિંગની રજૂઆત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news