Twitter પર ઉત્સાહમાં આવીને ન કરતા આવી ભૂલ, નહીં તો Block થઈ જશે તમારું Account
Twitter પર લોકોને ટ્રોલ કરનારા, અશોભનીય પોસ્ટ મૂકનારા, અપશબ્દો લખનારા હવે સાવધાન થઈ જજો, ટ્વીટર એક નવા 'સેફ્ટી મોડ' (Safety Mode) ફિચર પર કામ કરી રહ્યું છે, અને તેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. આ ફિચર ખરાબ ભાષામાં ટ્વીટ કરનારાઓ પર કડકાઈથી વર્તન કરશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે દરેક યુવાના હાથમાં સ્માર્ટફોન છે, અને તે દરેક સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું પસંદ કરે છે, આવું જ એક સોશિયલ મીડિયા છે ટ્વીટર જેમાં રાજનેતાઓથી લઈને સ્પોર્ટસ ખેલાડીઓ અને ફિલ્મી સિતારાઓ પોતાનું એકાઉન્ટ ધરાવે છે, ટ્વીટરમાં લોકો પોતાના વિચારો રજૂ કરતા હોય છે પરંતુ ઘણા યુઝર્સને કોઈ સેલેબ્રિટી કે રાજનેતા કે પછી અન્ય કોઈની વાત પસંદ હોતી નથી તેવામાં આવા યુઝર્સ ટ્રોલિંગ કરે છે અને તેમાં ન શોભે તેવું લખી દેતા હોય છે તેવામાં આવા યુઝર્સ પર ટ્વીટર લગામ લગાવશે...
Twitter પર લોકોને ટ્રોલ કરનારા, અશોભનીય પોસ્ટ મૂકનારા, અપશબ્દો લખનારા હવે સાવધાન થઈ જજો, ટ્વીટર એક નવા 'સેફ્ટી મોડ' (Safety Mode) ફિચર પર કામ કરી રહ્યું છે, અને તેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. આ ફિચર ખરાબ ભાષામાં ટ્વીટ કરનારાઓ પર કડકાઈથી વર્તન કરશે. મતલબ જો તમે ટ્વીટરમાં અશોભનીય ભાષામાં ટ્વીટ કરતા હશો તો ટ્વીટર તમને જવાબદાર માનશે અને Twitter એકાઉન્ટ 7 દિવસ માટે આધિકારીક રીતે બંધ કરી દેશે. આમ પણ ટ્વીટર પર ટ્રોલિંગ અને બુલ કરવાની, અપશબ્દો લખવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી ટ્વીટર નવું ફિચર લાવા જઈ રહી છે.
નહીં સુધરો તો થશે કાર્યવાહી:
માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ Twitterએ બતાવ્યું કે ખરાબ ભાષામાં વાતચીત કરનારા અને હેટફુલ રિમાર્ક કરવાવાળા સામે કડક પગલાં લેવામાં આવશે. હાલમાં આ ફિચર્સ ios અને એન્ડ્રોઈડ યુઝર્સના એક નાના ગ્રુપને લાગુ પડશે ત્યારબાદ બાકીના તમામ યુઝર્સ માટે આ નિયમ લાગુ પડશે. Twitterનું નવું ફિચર શરૂઆતમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહેશે. Twitterએ આ જાહેરાત બુધવારે પોતાના બ્લોગમાં કરી છે. કંપનીએ કહ્યું કે આ ફિચર પર પહેલા પ્રાયોગિક ધોરણે કામ કરવામાં આવશે , આ સાથે યુઝર્સ કમફર્ટેબલ રીતે ટ્વીટર યુઝ કરી શકશે. આ સાથે ટ્રોલિંગ અને બુલિંગના પ્રમાણમાં ઘટાડો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે