Tricks And Tips: આ ટ્રીક અજમાવો એકવાર, જૂના સ્માર્ટફોનની સ્ક્રીન પણ થઈ જશે નવા જેવી

Tricks And Tips: તમે ઘણા લોકો એવા જોયા હશે જેમનો સ્માર્ટફોન વર્ષો જુનો હોય તો પણ નવા જેવો ચમકતો હોય. આમ થવાનું કારણ હોય છે સ્માર્ટફોનની સંભાળ. જે લોકો સ્માર્ટફોનની સંભાળ સારી રીતે રાખે છે અને નિયમિત સફાઈ કરે છે તેમનો ફોન વર્ષો સુધી નવા જેવો રહે છે.

Tricks And Tips: આ ટ્રીક અજમાવો એકવાર, જૂના સ્માર્ટફોનની સ્ક્રીન પણ થઈ જશે નવા જેવી

Tricks And Tips: સ્માર્ટફોન નો ઉપયોગ દિવસ દરમિયાન સતત થતો હોય છે. આજ કારણ છે કે થોડા સમયમાં નવા સ્માર્ટફોનની સ્ક્રીન પણ ખરાબ થવા લાગે છે. સ્માર્ટફોનની સ્ક્રીન ઉપર ગંદકી જમા થઈ જાય અને સ્ક્રીન ખરાબ થઈ જાય તો નવો ફોન પણ જૂનો લાગવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો સ્માર્ટફોન ને સાફ કરાવવા માટે સર્વિસ સેન્ટર જતા હોય છે. પણ તમે સર્વિસ સ્ટેશન ગયા વિના પણ તમારા જુના સ્માર્ટફોન ને નવા જેવો ચમકાવી શકો છો. આજે તમને ઘરે સ્માર્ટફોન સાફ કેવી રીતે કરવો તેની ટિપ્સ જણાવીએ. આ આ ટિપ્સ ફોલો કરીને તમે ફોનની સ્ક્રીન સાફ કરશો તો ફોન નવા જેવો ચમકી જશે.

જુના સ્માર્ટફોનની સ્ક્રીન આ રીતે કરો સાફ

આ પણ વાંચો:

1. સૌથી પહેલા સ્માર્ટફોન ને સ્વીચ ઓફ કરી દો જેથી સફાઈ કરતી વખતે ફોનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ફોન સ્વીચ ઓફ કરવાથી ફાયદો એ પણ થશે કે સ્ક્રીન પરની ગંદકી સ્પષ્ટ રીતે દેખાશે.

2. સ્માર્ટફોન ને સાફ કરવા માટે માઇક્રો ફાઇબર ક્લોથ નો ઉપયોગ કરવો અને સ્માર્ટફોનની એક જ દિશામાં સફાઈ કરવી. એટલે કે જો તમે સ્ક્રીન સાફ કરવાની શરૂઆત લેફ્ટ સાઈડ થી કરી તો પછી એ જ રીતે ફોનને સાફ કરો.

3. જો સ્માર્ટફોન ખૂબ જ ખરાબ હોય તો થોડું પાણી સ્ક્રીન ઉપર લગાડી અને પછી કપડાથી સાફ કરો. જોકે પાણી કપડા ની મદદથી ફક્ત સ્ક્રીન ઉપર લગાડવું ડિવાઇસના કોઈપણ ભાગમાં પાણી ન જાય તે વાતનું ધ્યાન રાખવું. 

4. જો સ્માર્ટફોન ની સ્ક્રીન ઉપર વધારે પ્રમાણમાં ડાઘ કે સ્ક્રેચ થઈ ગયા હોય તો તમે તેના માટેના ક્લિનિંગ ફલિડ ઓનલાઈન ખરીદી શકો છો આ ફ્લૂઈડ અપ્લાય કરીને તમે સારી રીતે ડિવાઇસ સાફ કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news