6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
નવી નિસાન મેગ્નાઇટ 11 કલરોમાં ઉપલબ્ધ છે, જેમાં 6 મોનોટોન અને 5 ડુઅલ ટોન છે.
Trending Photos
નવી દિલ્હીઃ નિસાન મોટર ઈન્ડિયાએ નવી નિસાન મેગ્નાઈટને બોલ્ટ, શાનદાર ઈન્ટીરિયર અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ કરી છે. New Nissan Magnite ને 5.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. નવી નિસાન મેગ્નાઈટ પહેલાથી વધુ બોલ્ડ અને આકર્ષક લાગે છે. નવી મેગ્નાઈટમાં સ્ટાઇલ ટર્ન ઈન્ડિકેટરની સાથે સ્લીક એલઈડી હેન્ડલેમ્પ, 3ડી ગ્રેડિએન્ટ હનીકોમ્બ પેટર્નની સાથે બેસ્ટ-ઇન ક્લાસ એલઈડી ટેલલેમ્પ અને મેગ્નાઇટની સિગ્નેચર એલ-શેપ ડેટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) આપવામાં આવ્યું છે. આ સિવાય નવા મોડલમાં આગળની તરફ એક નવી ફ્લોટિંગ અપલિફ્ટેડ સ્કિડ પ્લેટ, મોટી અને બોલ્ડ નવી આકર્ષક ગ્રિલ, નવું ડુઅલ ટોન R16 ડાયમંડ કટ અલોય વ્હીલ, ફંક્શનલ રૂફરેલ (50 કિલોગ્રામ ક્ષમતા) અને બેસ્ટ-ઇન ક્લાસ ગ્રાઉન્ડ ક્લીયરેન્સ આપવામાં આવ્યું છે, જે તેને એક અલગ ડિઝાઇન અપીલ આપે છે. નવી નિસાન મેગ્નાઈટ 11 કલરમાં ઉપલબ્ધ છે, જેમાં 6 મોનોટોન અને 5 ડુઅલ-ટોન છે.
નવી નિસાન મેગ્નાઇટમાં શું છે ખાસ?
નવી નિસાન મેગ્નાઈટ નવા પ્રીમિયમ એક્સટીરિયર અને ઈન્ટીરિયર ડિઝાઇનની સાથે 20+ ફીચરની સાથે લોન્ચ થઈ છે.
નવી મેગ્નાઇટ અને બોલ્ડ ડિઝાઇનની સાથે આવી છે. તેમાં દમદાર હનીકોમ્બ ગ્રિલ, વધુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ, શાર્પ લેધરેટ ફિનિશની સાથે વધુ પ્રીમિયમ અપીલ કરે છે.
નવી મેગ્નાઇટમાં રિમોટ એન્જિન સ્ટાર્ટ, નિસાન અરાઉન્ડ વ્યૂ મોનિટર (AVM)અને એન્ડ્રોયડ ઓટો અને એપલ કારપ્લેની સાથે ફ્લોટિંગ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમળે છે.
નવી નિસાન મેગ્નાઇટ 4 પાવરટ્રેન વિકલ્પોમાં 18 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 1.0L પેટ્રોલ MT અને EZ-શિફ્ટ અને 1.0L ટર્બો પેટ્રોલ MT અને CVT।
શાનદાર ઈન્ટીરિયર
નવી નિસાન મેગ્નાઈટમાં શાનદાર ઈન્ટીરીયર છે. 360 લેધર પૅક સાથે ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ - જેમાં બ્રાઉનિશ ઓરેન્જ લેધરેટ રેપ્ડ ડેશબોર્ડ, "હનીકોમ્બ" ક્વિલ્ટિંગ પેટર્નવાળી ચામડાની બેઠકો, ચામડાની બધી ડોર ટ્રીમ, પાર્કિંગ બ્રેક લીવર, સ્ટીયરિંગ અને ફ્રન્ટ આર્મરેસ્ટનો સમાવેશ થાય છે. નવી નિસાન મેગ્નાઈટ 60:40 પાછળની સીટ સ્પ્લિટ સાથે મોટી કેબિન સ્ટોરેજ, સારી આરામદાયક સીટ, 336L થી 540L સુધીની બૂટ સ્પેસ આપે છે. આ ઉપરાંત, પાછળના ઘૂંટણની રૂમ, હાઇ કમાન્ડ ડ્રાઇવિંગ પોઝિશન, બેસ્ટ-ઇન-ક્લાસ ફ્રન્ટ સીટ કપલ ડિસ્ટન્સ, સ્ટોરેજ સાથે ફ્રન્ટ આર્મરેસ્ટ અને કૂલ્ડ ગ્લોવ બોક્સ પણ તેમાં આપવામાં આવ્યા છે. આમાં તમને 60 મીટરની રેન્જ સાથે રિમોટ એન્જિન સ્ટાર્ટ કી, વોક અવે લોક (WAL) અને એપ્રોચ અનલોક (AUL) ફંક્શન પણ મળે છે. ઇલેક્ટ્રોનિક બેઝલ-લેસ ઓટો ડિમિંગ IRVM, LED હેડલેમ્પ્સ, LED ટેલલેમ્પ્સ, LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, LED ઇન્ડિકેટર્સ અને LED ફ્રન્ટ ફોગ લેમ્પ્સ સહિતનું સંપૂર્ણ LED એક્સટિરિયર પેક પણ ઑફર કરવામાં આવે છે. નવા મોડલમાં અરાઉન્ડ વ્યૂ મોનિટર, ડાર્ક થીમ સાથે 17.78 સેમી સંપૂર્ણ ડિજિટલ એડવાન્સ્ડ મલ્ટિ-ફંક્શનલ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple કારપ્લે સાથે ફ્લોટિંગ 20.32 સેમી (8) ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ARKAMYS દ્વારા 3D સાઉન્ડ અને ક્રૂઝ કંટ્રોલનો સમાવેશ થાય છે.
એન્જિન અને પાવર
નવી નિસાન મેગ્નાઇટ સ્પોર્ટી અને ફન-ટૂ-ડ્રાઇવ પાવરટ્રેન અનુભવ પ્રદાન કરે છે. તેમાં HRA0 1.0 ટર્બો જે (20Kmpl)શાનદાર માઇલેજ આપે છે. HRA0 1.0-લીટર ટર્બો એન્જિન 5 સ્પીડ અને X-TRONIC CVT ગિયરબોક્સની સાથે ઉપલબ્ધ થશે. ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ તેમાં મળે છે. નવી નિસાન મેગ્નાઇટનું એક મોડલ B4D 1.0-લીટરની સાથે આવશે જે મેનુઅલ કે EZ- શિફ્ટ (AMT) વિકલ્પની સાતે 6 એરબેગ (2 ફ્રન્ટ એરબેગ્સ/2 સાઇડ એરબેગ્સ/2 કર્ટેન એરબેગ્સ),, વાહન ડાયનેમિક કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, હાઇડ્રોલિક બ્રેક અસિસ્ટ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે