આ નાની ભૂલ પડી શકે છે ભારે, બંધ થઈ જશે તમારૂ WhatsApp

વિશ્વભરમાં વોટ્સએપની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. લાખો લોકોના વ્યાપાર અને નોકરીનું જરૂરી કામ પણ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી થાય છે.
 

આ નાની ભૂલ પડી શકે છે ભારે, બંધ થઈ જશે તમારૂ WhatsApp

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વોટ્સએપની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. લાખો લોકોના વ્યાપાર અને નોકરીનું જરૂરી કામ પણ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી થાય છે. પરંતુ થોડા સમય માટે તમારૂ વોટ્સએપ બંધ થઈ જાય તો તમે બેચેન થઈ જાવ છો. પરંતુ તમારી એક નાની ભૂલ તમારા એકાઉન્ટને પ્રતિબંધ કરાવી શકે છે. 

આ મેજેસ આવવા પર થઈ જાવ સતર્ક
જો તમારા મોબાઇલ પર વોટ્સએપનો ઉપયોગ કરવા સમયે Temporarily banned મેચેજ આવી રહ્યો છે, તો તેનો અર્થ છે કે તમારા મોબાઇલમાં સત્તાવાર વોટ્સએપની જગ્યાએ વોટ્સએપનું અનસપોર્ટેડ વર્ઝન લોડ છે. તમારૂ વોટ્સેપ એકાઉન્ટ હંમેશા માટે બંધ થઈ શકે છે. 

થર્ડ પાર્ટી એપનો સપોર્ટ કરતું નથી વોટ્સએપ
WhatsApp Plus અને GB WhatsApp જૈવા અનસપોર્ટેડ એપ વોટ્સએપની પ્રતિરૂપ છે. આ બિનસત્તાવાર એપ છે, જેને થર્ડ પાર્ટીએ ડેવલોપ કરી છે અને આ સેવા શરતોનું ઉલ્લંઘન કરે છે. વોટ્સએપ આ થર્ડ પાર્ટી એપને સપોર્ટ કરતું નથી, કારણ કે આ યોગ્ય સિક્યોરિટી પ્રોક્ટિસને લાગૂ કરતું નથી. 

પહેલા તમારી ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લો
ઓફિશિયલ વોટ્સએપ પર સ્વિચ કરવા માટે તમારે પહેલા પોતાની ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લેવું પડશે. તમારે તમારી ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરવી પડશે કે નહીં આ વાત તેના પર નિર્ભર કરશે કે, તમે કઈ અનઓફિશિયલ એપ ડાઉનલોડ કરી છે. અનઓફિશિયલ એપનું નામ જાણવા માટે More Options > Settings > Help > App info જુઓ. જો તમે WhatsApp Plus કે GB WhatsApp સિવાય બીજીકોઈ એપ યૂઝ કરી શક્યા છો તો સત્તાવાર વોટ્સએપ ડાઉનલોડ કરતા પહેલા તમારી ચેટ હિસ્ટ્રીને જરૂર ડાઇનલોડ કરી લેશો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news