આ છે Reliance Jio ના સસ્તા પ્લાન, ગ્રાહકોને મળશે અનલિમિટેડ ડેટા, કોલિંગ અને આ સુવિધાનો ફાયદો
જીયોની પાસે 39 રૂપિયાથી લઈને એક વર્ષની વેલિડિટી સુધીનો પ્લાન છે. જેમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને સાથે ફ્રી એસએમએસની સુવિધા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને સસ્તા ભાવમાં સારી સુવિધા આપવા માટે જાણીતું છે. જીયો અનેક રેન્જમાં પોતાના પ્લાન લોન્ચ કરતું રહે છે, જેથી સામાન્ય ગ્રાહક પણ તેનો લાભ ઉઠાવી શકે છે. જીયોની પાસે 39 રૂપિયાથી લઈને એક વર્ષની વેલિડિટી સુધીનો પ્લાન છે. જેમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને સાથે ફ્રી એસએમએસની સુવિધા મળે છે. આજે અમે તમને જીયોના પ્લાનની વિગતવાર માહિતી આપીશું.
39 રૂપિયામાં આશરે મહિનાની વેલિડિટી અને ડેટા
આ જીયોનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે. 39 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. ખાસ ઓફર હેઠળ એક રિચાર્જ પ્લાન લેવા પર 1 પ્લાન ફ્રી મળી રહ્યો છે. તેવામાં યૂઝર્સને 39 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં ટોટલ 2.8જીબી ડેટા મળે છે. સાથે યૂઝર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
75 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી અને 6GB ડેટા
જીયોના ફોનના 75 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. ખાસ ઓફર હેઠળ એક રિચાર્જ પ્લાન લેવા પર 1 પ્લાન ફ્રી મળે છે. એટલે કે તમને 75 રૂપિયાના પ્લાનમાં કુલ 56 દિવસની વેલિડિટી મળે છે. જીયોના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. જીયો ફોનના આ પ્લાનમાં ટોટલ 6જીબી ડેટા મળે છે. પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.
69 રૂપિયાવાળો પ્લાન
Jio નો 69 રૂપિયાવાળા બીજા પ્લાનની વાત કરીએ તો, આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે, પરંતુ તેમાં તમને ડેલી 0.5GB ડેતા ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 SMS ની પણ સુવિધા આપવામાં આવે છે. આ સાથે જ યૂઝર્સને જિયો એપ્સનું મફત સબ્સક્રિપ્શન પણ મળે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન ડેલી 4.92 રૂપિયાના ભાવે પડે છે.
98 રૂપિયાવાળો પ્લાન
Jio જિયોના 98 રૂપિયાના પ્લાનમાં ફક્ત 14 દિવસની વેલિડીટી જ મળશે. તો બીજી તરફ તમને જણાવી દઇએ કે 98 રૂપિયાના જિયોના પ્લાનમાં 1.5GB દરરોજ ડેટા મળશે. એવામાં 14 દિવસની વેલિડિટી દરમિયાન ગ્રાહકોને ટોટલ 21GB ડેટા ઓફર કરવામાં આવશે. જે Jio નો સૌથી સસ્તો ઓલ-ઇન-વન પ્લાન પણ હશે. આ સાથે જ 4G ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ હશે. ડેટાની ડેલી લિમિટ ખતમ થઇ ગયા બાદ પણ ગ્રાહકોને ઇન્ટરનેટનું એક્સેસ મળતું રહેશે. જોકે સ્પીડ ઘટીને 64Kbps થઇ જશે. સાથે જ ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને JioTV, JioCinema અને JioNews જેવી એપ્સનું ફ્રી એક્સસેસ પણ મળશે. જોકે કંપની આ પ્લાન સાથે એસએમએસ ઓફર કરી રહી નથી. આ પ્લાન માટે ડેલીના 7 રૂપિયા જેટલો ખર્ચ થશે.
Jio નો 399 રૂપિયાવાળો પ્લાન
જીયોનો 399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 56 દિવસની વેલિડિટીની સાથે આવે છે. પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને કુલ 84 જીબી ડેટા મળે છે. આ સિવાય ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
જીયોનો 597 રૂપિયાનો પ્લાન, 75GB ડેટા
રિલાયન્સ જીયોના 597 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જીયોના આ પ્લાનમાં યૂઝર્સને 75GB ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા ડેલી લિમિટ વગર આવે છે. એટલે કે તમે એક દિવસમાં 75GB ડેટા પણ વાપરી શકો છો. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન, 168GB ડેટા
રિલાયન્સ જીયોના 599 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે જીયોના આ પ્લાનમાં યૂઝર્સને ટોટલ 168GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પ્લાનમાં આપવામાં આવે છે.
Jio 3499 Plan: અન્ય બેનિફિટ્સ
આ પ્લાનની સાથે Jio Cinema, જીયો સિક્યોરિટી, Jio Tv, જીયો ન્યૂઝ અને ડીયો ક્લાઉડ જેવી જીયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. મહત્વનું છે કે આ પ્લાન આવતા પહેલા જીયોની પાસે એક પ્લાન હતો, જેમાં દરરોડ 3 જીબી ડેટાની સાથે 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવતી હતી, જેની કિંમત 999 રૂપિયા છે.
આ પ્લાનને લોન્ચ કરવાની સાથે જીયો પ્રથમ એવી ટેલીકોમ કંપની છે જે દરરોજ 3 જીબી ડેટાની સાથે 1 વર્ષની વેલિડિટી ઓફર કરી રહી છે. અન્ય ટેલીકોમ કંપનીઓ પાસે દરરોજ 3 જીબી ડેટાવાળો પ્લાન છે પરંતુ 1 વર્ષની વેલિડિટીવાળો કોઈ પ્લાન ઉપલબ્ધ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે