Electric Bike: આ છે ભારતની સૌથી ફાસ્ટ ઇલેકટ્રિક બાઇક, 1,999 રૂપિયામાં કરાવો બુક
એસવીએમ (SVM Prana) એક ડબલ સ્ટીલ ટ્યૂબ ફેમ પર બનેલી છે અને તેનો લુક ખૂબ સુંદર છે. તેમાં ઢાળવાળી ટેન્ક, સ્ટેપ અપ સીટ અને ડુઅલ-એલઇડી હેડલેમ્પ છે.
Trending Photos
કોયંબતૂર: તમિલનાડુના કોયંબતૂર બેસ્ડ શ્રીવરૂ મોટર્સે ભારતમાં પોતાની પ્રાણ ઇલેક્ટ્રિક મોટર બાઇક (Prana electric motorbike) લોન્ચ કરી છે. ત્તેને કંપનીની વેબસાઇટ દ્રારા 1,999 રૂપિયાની ટોકન મની આપીને બુક કરાવી શકાય છે અને તેની ડિલીવરી માર્ચ સુધી શરૂ થશે. આ સ્પોર્ટી લુકમાં છે અને બે બેટરી પેક ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની ટોપ સ્પીડ 123 કિમી પ્રતિ કલાક છે.
એસવીએમ (SVM Prana) એક ડબલ સ્ટીલ ટ્યૂબ ફેમ પર બનેલી છે અને તેનો લુક ખૂબ સુંદર છે. તેમાં ઢાળવાળી ટેન્ક, સ્ટેપ અપ સીટ અને ડુઅલ-એલઇડી હેડલેમ્પ છે. બાઇકમાં 17 ઇંચના ટાયર લાગેલા છે અને વજન 165 કિલોગ્રામ છે. આ ચાર કલર મિસ્ટ્રી બ્લેક, પ્રોગ્રેસિવ ગ્રીન, પરફેક્ટ વ્હાઇટ, અને પૈશનેટ રેડમાં ઉપલબ્ધ છે.
બાઇકની કિંમત
તેને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. પ્રાણ બાઇકના ગ્રેડ વેરિએન્ટ કિંમત 2 લાખ રૂપિયા છે જ્યારે એલીટ વેરિએન્ટની કિંમત 3 લાખ રૂપિયા છે. હાલ આ બાઇલ પર 25,001 રૂપિયાની છૂટ પણ આપવામાં આવી રહી છે. આ સાથે જ તેને 5,200 દર મહિને ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે.
પાવર એન્ડ પરર્ફોમન્સ
એસવીએમ પ્રાણમાં એક એર કૂલ્ડ બીએલડીસી મોટર 4.32kW અને 7.2kW લિથિયમ આયન બેટરી પેક સાથે આપવામાં આવી છે. બાઇકની 4.32kW ની બેટરીવાળા ગ્રેડ મોડલ ચાર્જ થતાં 126 કિમી અંદાજિત રેંજ આપે છે જ્યારે 7.2kW ની બેટૅરી સાથે આવનાર એલીટ વેરિએન્ટ 225 કિમી કિમીની રેંજ આપે છે. આ બાઇક ફક્ત ચાર સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે અને તેની સ્પીડ 123 પ્રતિ કલાક છે.
સેફ્ટી એન્ડ સસ્પેંશન સેટઅપ
આ બાઇકમાં સારા સસ્પેંશન સિસ્ટમ આપવામાં આવી છે. સાથે જ રાઇડરની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે આગળ અને પાછળ બંને પૈડામાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ ચાર ડ્રાઇવિંગ મોડ્સ, પ્રેક્ટિવ, ડ્રાઇવ, સ્પોર્ટ્સ, અને રિવર્સ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે