TATA MOTORS એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ભાવમાં કર્યો મોટો ઘટાડો, આટલી ઓછી કિંમતમાં ખરીદી શકશો

દિગ્ગજ ઓટો કંપની ટાટા મોટર્સે પોતાની ઇલેકટ્રિક વ્હીકલ્સ (ઇવી) ટિગોર ઇવી ની કિંમતમાં 80,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે જોકે તાજેતરમાં જ ઇલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટી (ગુડ્સ અને સર્વિસ ટેક્સ)ના દરમાં ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. તાટા મોટર્સના પ્રેસિડેન્ટ (ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ અને કોર્પોરેટ સ્ટ્રેટેજી) શૈલેષ ચંદ્વાએ કહ્યું ''સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કર્યા બાદ ઇલેક્ટ્રિકથી ચાલનાર બધી ગાડીઓ પર જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. તેના લીધે ટાટા મોટર્સના ઇવી વ્હીકલની કિંમતોમાં 80,000 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. નવા ભાવ ઓગસ્ટથી લાગૂ થશે. 
TATA MOTORS એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ભાવમાં કર્યો મોટો ઘટાડો, આટલી ઓછી કિંમતમાં ખરીદી શકશો

નવી દિલ્હી: દિગ્ગજ ઓટો કંપની ટાટા મોટર્સે પોતાની ઇલેકટ્રિક વ્હીકલ્સ (ઇવી) ટિગોર ઇવી ની કિંમતમાં 80,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે જોકે તાજેતરમાં જ ઇલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટી (ગુડ્સ અને સર્વિસ ટેક્સ)ના દરમાં ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. તાટા મોટર્સના પ્રેસિડેન્ટ (ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ અને કોર્પોરેટ સ્ટ્રેટેજી) શૈલેષ ચંદ્વાએ કહ્યું ''સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કર્યા બાદ ઇલેક્ટ્રિકથી ચાલનાર બધી ગાડીઓ પર જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. તેના લીધે ટાટા મોટર્સના ઇવી વ્હીકલની કિંમતોમાં 80,000 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. નવા ભાવ ઓગસ્ટથી લાગૂ થશે. 

તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલે બધી ઇલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. કંપનીએ કહ્યું કે ટિગોર ઇવીના બધા વેરિએન્ટ્સ- એક્સઇ (બેસ), એક્સએમ (પ્રીમિયમ) અને એક્સટી (હાઇ)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

ટિગોર ઇવીની પહેલી કિંમત 12.35 લાખ રૂપિયાથી 12.71 લાખ રૂપિયા (ઇએસપી મુંબઇ) હતી, જે હવે ગ્રાહકોને 11.58 લાખ રૂપિયાથી માંડીને 11.92 લાખ રૂપિયામાં ઉપલબ્ધ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news