ટાટા અલ્ટ્રોઝને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ, 22 જાન્યુઆરીને થશે લોન્ચ
ટાટા મોટર્સ (Tata Motor)ની કાર વૈશ્વિક સ્તર પર સુરક્ષાના મામલે બિલકુલ ખરી ઉતરી છે. નેક્સનની માફક ટાટાની બીજી કાર અલ્ટ્રોઝ (Altroz)ને ગ્લોબલ કાર સેફ્ટી પરફોર્મન્સમાં 5 સ્ટાર મળ્યા છે. તો બીજી તરફ બાળકોની સુરક્ષાના મામલે અલ્ટ્રોઝને 3 સ્ટાર મળ્યા છે. આ ક્રેશ ટેસ્ટ ગ્લોબલ એનસીએપી એટલે કે ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motor)ની કાર વૈશ્વિક સ્તર પર સુરક્ષાના મામલે બિલકુલ ખરી ઉતરી છે. નેક્સનની માફક ટાટાની બીજી કાર અલ્ટ્રોઝ (Altroz)ને ગ્લોબલ કાર સેફ્ટી પરફોર્મન્સમાં 5 સ્ટાર મળ્યા છે. તો બીજી તરફ બાળકોની સુરક્ષાના મામલે અલ્ટ્રોઝને 3 સ્ટાર મળ્યા છે. આ ક્રેશ ટેસ્ટ ગ્લોબલ એનસીએપી એટલે કે ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જોકે વૈશ્વિક સ્તર પર કાર સુરક્ષા માપદંડની તપાસ કરનાર સૌથી મોટી કંપની છે.
ટાટાની બીજી કારને મળ્યા 5 સ્ટાર
ટાટાની નેક્સન કારને ડિસેમ્બર 2018માં ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટી કેટેગરીમાં 5 સ્ટાર મળી ચૂક્યા છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ બિઝનેસ યૂનિટના પ્રેસીડેન્ટ મયંક પ્રતીકનું મનાવું છે કે નેક્સન બાદ અલ્ટ્રોઝનું આ પ્રકારે સુરક્ષાના મામલે પ્રદર્શન કંપનીના ગ્રાહકોની સાથે કરવામાં આવેલા વાયદાને દર્શાવે છે. તેમણે કહ્યું કે ટાટા મોટર્સે કારને ગ્લોબલ માપદંડો પર ખરા ઉતરવાનો વાયદો કર્યો હતો, જેને પુરો કરી રહી છે.
22 જાન્યુઆરીના રોજ થશે લોન્ચિંગ
ટાટા માર્કેટની સબ-કોમ્પેક્ટ હેચબેક કાર ટાટા અલ્ટ્રોઝ 22 જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ થશે. તેની એક-શોરૂમ કિંમત 5.5 થી 8.6 લાખ રૂપિયા વચ્ચે હોવાનું અનુમાન છે. કંપનીની કોઇપણ ડીલરશિપ અથવા ઓફિશિયલ વેબસાઇટ પર 21,000 આપીને તેનું બુકિંગ કરાવી શકાય છે.
એન્જીન
ટાટા અલ્ટ્રોઝ બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જીનમાં આવશે. આ બધા એન્જીન બીએસ6 નોર્મ્સ પર અપગ્રેડ કરેલા હોઇ શકે છે. પેટ્રોલ વેરિએન્ટમાં 1.2 લીટર એન્જીનનું નેચરલી એસ્પેરેટેડ અને ટર્બોચાર્ઝ્ડ વર્જન આપવામાં આવશે. ડીઝલ વેરિએન્ટમાં ટાટા નેક્સનવાળો 1.5 લીટર એન્જીન મળશે, જે 110 પીએસ દ્વારા પાવર અને 260 એનએમનો ટોર્ક જનરેટ કરશે. ટાટા અલ્ટ્રોઝમાં મેનુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ રાખવામાં આવી શકે છે.
જોવામાં ટાટા અલ્ટ્રોઝ લગભગ એવી જ છે જેવી જેવી જેનેવા મોટર શોમાં બતાવવામાં આવી હતી, તેનો સીધો અર્થ એ છે કે ભારતમાં લોન્ચ કરવામાં આવનાર વૈશ્વિક સ્પેસિફિકેશનવાળા મોડલ જ હશે. સ્પાય ફોટોમાં સંભવત: કારનો ટોઅપ મોડલ જોવા મળ્યું છે જે LED લાઇટિંગ્સ સાથે આવે છે જેમાં LED પ્રોજેક્ટર હેડલેપ્સ, LED DRL, ઇલેક્ટ્રિક ORVMs સાથે ટર્ન લાઇટ્સ અને LED ટેલલેમ્પ સામેલ છે. જેનેવા મોટર શોમાં રજૂ કરવામાં આવેલા મોડલની તુલનામાં કારના એલોય વ્હીલ્સ બદલાયેલા છે. ટાટા અલ્ટ્રોઝમાં નેક્સોનથી લેવામાંઆવ્યું 1.2 લીટર પેટ્રોલ અને 1.5-લીટર ડીઝલ એન્જીન લગાવવામાં આવ્યું જેથી કંપની મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાંસમિશનમાં ઉપલબ્ધ કરાવશે. તેનો મુકાબલો મારૂતિ સુઝુકી બલેનો અને હોંડા જેજ જેવી કારો સાથે થશે.
ટાટા મોટર્સે પ્રિમિયમ હેચબેક અલ્ટ્રોઝને નવા અલ્ફા આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે અને આ કંપનીની પહેલી કાર છે જેને આ નવા પ્લેટફોર્મની અંરપિનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત કારની સ્ટાઇલ અને ડિઝાઇનને કંપનીની નવી ઇપેક્ટ ડિઝાઇન 2.0 ફિલોસોફી પર બનાવવામાં આવી છે જે ટાટા હેરિયર માટે ઉપયોગ કરવામાં આવી હતી. જ્યાં કારના કેબિનની કોઇ ઝલક મળી નથી. આપણું અનુમાન છે કે અલ્ટ્રોઝમાં ફ્લોટિંગ ઇંફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી આપવા ઉપરાંત સેમી-ડિજિટલ ઇંસ્ટ્રુમેંટ ક્લસ્ટર, મલ્ટીફંકશનલ સ્ટીયરિંગવ્હીલ અને ઘણા બધા પ્રિમિયમ ફિચર્સ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે