દમદાર સ્પીકર લોન્ચ, પ્રકાશથી થશે ચાર્જ, મ્યૂઝિકની સાથે પંખા અને લાઇટનું પણ કરશે કામ

Solar charging Speakers:ભારતમાં એક એવું સ્પીકર લોન્ચ થયું છે, જેને તડકાથી ચાર્જ કરી શકાશે. આ નાની ડિવાઇસ એક સાથે પાંચ કામ કરશે. સ્પીકરમાં પંખો પણ લાગેલો છે. 

દમદાર સ્પીકર લોન્ચ, પ્રકાશથી થશે ચાર્જ, મ્યૂઝિકની સાથે પંખા અને લાઇટનું પણ કરશે કામ

નવી દિલ્હીઃ ભારતમાં બ્લૂટૂથ સ્પીકર્સનો ક્રેઝ વધી ગયો છે. ઓછી કિંમતમાં સ્પીકર્સ મળી જાય છે. આજકાલ તો યુનિક ડિવાઇસમાં પણ સ્પીકર્સ આવી રહ્યાં છે. UBON એ 5 કામ કરનાર સ્પીકર્સ લોન્ચ કર્યું છે, જેનું નામ કંપનીએ Hawa Hawai રાખ્યું છે. ડિવાઇસનું નામ SP-135 5 in 1 Hawa Hawai solar wireless speakers છે. તેની કિંમત પણ ઓછી છે, પરંતુ દમદાર સાઉન્ડ અને ઘણા ફીચર્સ સાથે આવે છે. આવો જાણીએ Wireless Speakers ના ફીચર્સ વિશે....

UBON SP-135 5 in 1 Hawa Hawai Solar Wireless Speakers Specs
મોડલના નામથી ખ્યાલ આવે છે કે આ બ્લૂટૂથ સ્પીકર 5 કામ કરે છે. એક નાની ડિવાઇસમાં પાંચ કામ કરી શકાય છે. ડિવાઇસમાં એક ઇન-બિલ્ટ ટોર્ચ, ઉપરની તરફ પંખો, FM Radio, સોલર પાવર્ડ ચાર્જિંગ સામેલ છે. આ સિવાય સ્પીકર્સ પણ છે. ડિઝાઇનની વાત કરીએ તો તેની બોડીના ટોપ પર ફેન, સ્પીકર્સ તરફ ગ્રિલ અને બ્રાન્ડિંગ આપવામાં આવી છે. તેની ડિઝાઇન બાકી સ્પીકર્સ કરતા ખુબ અલગ છે. 

UBON SP-135 5 in 1 Hawa Hawai Solar Wireless Speakers Battery
સ્પીકર પાછળ એક એન્ટીના છે, જે FM ચલાવવામાં મદદ કરે છે. સ્પીકર્સમાં 1200mAh ની બેટરી મળે છે, જે ફુલ ચાર્જમાં 4 કલાક સુધીનું ઓડિયો પ્લેબેક આરપે છે. જો તમે વાયરથી ચાર્જ કરવાનું ભૂલી જાય તો તેને તડકાથી પણ ચાર્જ કરી શકાય છે. 

UBON SP-135 5 in 1 Hawa Hawai Solar Wireless Speakers Price In India
બ્લૂટૂથ સ્પીકરના અન્ય ફીચર્સમાં બ્લૂટૂથ 5.0, USB પો ર્ટ, એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અને એક AUX પોર્ટ સામેલ છે.  Hawa Hawai Solar Wireless Speakers ઘણા કલરમાં ઉપલબ્ધ છે. સ્પીકરને બ્લેક, રેડ અને બ્લૂ ઓપશનમાં ખરીદી શકાય છે. વાયરલેસ સ્પીકર્સની કિંમત 1999 રૂપિયા છે. તેને ઓનલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news