કયા ખિસ્સામાં રાખવો જોઈએ સ્માર્ટફોન? ભૂલથી પણ આ ખિસ્સામાં રાખશો તો બોમ્બની જેમ ફાટશે!

Smartphone Blast: સ્માર્ટફોન એક એવું ડિવાઈસ છે જે દિવસભર સૌથી વધુ આપણી સાથે રહે છે. પર્સનલથી લઈને પ્રોફેશનલ કામો માટે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા લોકોને ફોન રાખવાની યોગ્ય રીત ખબર હોતી નથી.  ફોનને ખોટા ખિસ્સામાં રાખવાથી તેમાં બ્લાસ્ટ થવાનો ખતરો પણ રહેલો છે.

કયા ખિસ્સામાં રાખવો જોઈએ સ્માર્ટફોન? ભૂલથી પણ આ ખિસ્સામાં રાખશો તો બોમ્બની જેમ ફાટશે!

Smartphone Tips: આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. લગભગ દરેક વ્યક્તિ હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ એક એવું ડિવાઈસ છે જે દિવસભર સૌથી વધુ આપણી સાથે રહે છે. પર્સનલથી લઈને પ્રોફેશનલ કામો માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. લોકો દરેક જગ્યાએ તેણે લઈને જતા હોય છે. પરંતુ સૌથી વધુ લોકો પોતાના પેન્ટના ખિસ્સામાં રાખે છે, પરંતુ ઘણા લોકોને ફોન રાખવાની સાચી રીત ખબર હોતી નથી. ફોનને ખોટા ખિસ્સામાં રાખવામાં તેમાં બ્લાસ્ટ થવાનો ખતરો પણ રહેલો છે. આ ઘણીવાર ખતરનાક સાબિત થઈ શકે છે.

પેન્ટના કયા ખિસ્સામાં ફોન રાખવો ખતરનાક સાબિત થઈ શકે છે?
ઘણા લોકો ફોનને પોતાના પાછલા ખિસ્સામાં રાખે છે. લોકો આવું કરવું કૂલ સમજે છે અને સ્ટાઈલ મારવા માટે આવું કરવું પસંદ કરે છે. પરંતુ ભૂલથી પણ આવું કરવું યોગ્ય નથી. તેનાથી ઘણા નુકસાન થાય છે. આવો તમને તેના વિશે જણાવીએ.

બેસવાથી દબાણ
જ્યારે તમે બેસો છો ત્યારે તમારા પેન્ટનું પાછલું ખિસ્સમાં રાખેલા ફોન પર ઘણું દબાણ પડે છે. તેનાથી ફોનની બેટરી પર સૌથી વધુ દબાણ પડે છે, જેનાથી શોર્ટ સર્કિટ થવાનો ખતરો વધી જાય છે.

ગરમી
ફોન સતત ઉપયોગ કરવાથી ગરમ થઈ જાય છે. જો તમે તેણે પાછલા ખિસ્સામાં રાખો છો તો ગરમી હજું વધી જાય છે. તેનાથી બેટલી ફૂલવી કે ફાટવાનો ખતરો વધી જાય છે.

ડેમેજ થવાનો ખતરો
જ્યારે તમે ચાલો છો અથવા તો બેસો છો ત્યારે ફોન અન્ય વસ્તુઓ સાથે ટકરાઈ શકે છે. તેનાથી ફોનની સ્ક્રીન અથવા તો પેનલ ડેમેજ થઈ શકે છે.

ચોરીનો ખતરો
પેન્ટના પાછલા ખિસ્સામાં ફોન રાખવાથી સરળતાથી ચોરી થવાનો ખતરો વધી જાય છે.

ક્યાં રાખવો જોઈએ ફોન?

ફ્રન્ટ ખિસ્સામાં
ફોનને ફ્રન્ટ પોકેટમાં રાખવો સૌથી સુરક્ષિત હોય છે. તેનાથી ફોન પર ઓછું દબાણ પડે છે અને સુરક્ષિત રહે છે. સાથે ફોનને ફ્રન્ટ પોકેટમાં રાખતી વખતે તેની સાથે રૂમાલ અથવા તો અન્ય ચીજો ના રાખો. તેનાથી ફોનમાંથી હિટ નીકળવામાં અડચણ આવે છે, જેનાથી ફોન ગરમ થઈ શકે છે.

બેગ
તમે ફોનને બેગમાં પણ રાખી શકો છો. તેનાથી ફોન સુરક્ષિત રહે છે અને ચોરી થવાનો ખતરો પણ ઓછો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news