ચિંતા કર્યા વગર વરસાદમાં નીકળો બહાર! મોબાઈલનું બટન દબાવતા જ શરીરમાં ફીટ થઈ જશે આ Smart Rain Coat

ઘર બહાર નીકળતાની સાથે જ જો વરસાદ શરૂ થઈ જાય તો રેઈનકોટ પહેરવું મુશઅકેલ બને છે. એવામાં અમે તમારા માટે આનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat આવ્યો છે જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જાય છે.

ચિંતા કર્યા વગર વરસાદમાં નીકળો બહાર! મોબાઈલનું બટન દબાવતા જ શરીરમાં ફીટ થઈ જશે આ Smart Rain Coat

Best Rain Coat: ઘર બહાર નીકળતાની સાથે જ જો વરસાદ શરૂ થઈ જાય તો રેઈનકોટ પહેરવું મુશઅકેલ બને છે. એવામાં અમે તમારા માટે આનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat આવ્યો છે જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જાય છે.

Best Rain Coat: ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.

Smart Rain Coat For Monsoon Season
આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.

કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?
ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news